સ્પોર્ટસ

‘લગ્ન તેમના માટે મજાક છે’, ધનશ્રી સાથે છૂટાછેડા બાદ ચહલનું જૂનું ટ્વીટ થયું વાયરલ…

બહુ ગાજેલા ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર કમ અભિનેત્રી ધનશ્રી વર્માના 20મી માર્ચે સત્તાવાર રીતે છૂટાછેડા થઇ ગયા.

20મી માર્ચના ગુરુવારે સુનાવણી માટે તેઓ મુંબઈના બાંદ્રા વિસ્તારની ફેમિલી કોર્ટમાં ગયા ત્યારની બંનેની તસવીરો સામે આવી હતી. યુઝવેન્દ્ર ચહલે તેના ‘બી યોર ઓન સુગર ડેડી’ ટી-શર્ટથી લોકોનું ધ્યાન ખેંચ્યા પછી, વધુ એક વાત માટે તે હેડલાઇન્સમાં છે અને તે તેની જૂની એક્સ પરની પોસ્ટ છે, જે હવે છૂટાછેડા પછી વાઈરલ થઈ છે.

આ પણ વાંચો : ચહલ-ધનશ્રીના છૂટાછેડા પૂર્વે આરજે મહાવશે એવું કંઈક લખ્યું કે વાઈરલ થયું…

ધનશ્રી વર્માથી છૂટાછેડા લીધાના એક દિવસ પછી જ એટલે કે આજે યુઝવેન્દ્ર ચહલની 2013ની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ છે, જેમાં તેણે લગ્નને લઈને મજાક અને કટાક્ષ કર્યો છે. પોસ્ટમાં લખ્યું હતું કે ‘લગ્ન એ મોટા બાળકને દત્તક લેવા માટેનો એક ફેન્સી શબ્દ છે જેને તેના માતા-પિતા હવે સંભાળી શકતા નથી.’

યુઝવેન્દ્ર ચહલની આ પોસ્ટ જોયા બાદ લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, ‘જ્યારે તમને આટલું જ્ઞાન હતું તો લગ્ન કેમ કર્યા?’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘તેમનો એજન્ડા પહેલેથી જ સ્પષ્ટ હતો.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘લગ્ન તેમના માટે માત્ર મજાક છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘લગ્નને મજાક બનાવી દીધા છે.’ ગુસ્સે થયેલા યુઝરે લખ્યું, ‘હવે મને આ પોસ્ટનો સાચો અર્થ સમજાયો છે.

તમને જણાવી દઈએ કે, ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2020માં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી તણાવપૂર્ણ સંબંધો હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને લાંબા સમયથી અલગ રહેતા હતા. બંનેએ પોતાના સોશિયલ મીડિયા પરથી તમામ તસવીરો પણ હટાવી દીધી હતી.

આ પણ વાંચો : Yuzvendra Chahal એ Dhanshree Verma ને નાખી એવી ગૂગલી કે… વીડિયો થયો વાઈરલ…

છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલનું નામ આરજે મહાવીશ સાથે જોડાયું હતું. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા અને ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પણ તેમની તસવીરો અને વીડિયો વાઈરલ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button