સ્પોર્ટસ

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા લઈ રહ્યા છે ‘Divorce’? ભર્યું આ મોટું પગલું…

જી હા, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યા (Hardik Pandya) બાદ હવે વધુ એક ભારતીય ક્રિકેટર તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવ્યો છે. યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને તેની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) ડિવોર્સ લઈ રહ્યા છે એવી વાતો છેલ્લાં કેટલાક સમયથી સામે આવી રહી છે, પરંતુ આ બધી અફવાઓ વચ્ચે હવે ધનશ્રી અને યુઝવેન્દ્રે મોટું પગલું ભર્યું છે. બંને જણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અનફોલો કર્યા છે.

આવો જોઈએ શું છે આખો મામલો-
વાત જાણે એમ છે કે છેલ્લાં કેટલાક સમયથી યુઝવેન્દ્ર ચહલ પોતાની ગેમને કારણે નહીં પણ પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. એવું કહેવાઈ રહ્યું છે યુઝવેન્દ્ર અને ધનશ્રી વર્મા વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને તેઓ ડિવોર્સ લઈ રહ્યા છે. ડિવોર્સની વાતો વચ્ચે ચહલ અને ધનશ્રીએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર એક બીજાને અનફોલો કર્યા છે. આ ઉપરાંત કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ચહલે પોતાની વોલ પરથી ધનશ્રી સાથેના તમામ ફોટો પણ ડિલીટ કરી દીધા છે તો બીજા બાજું ધનશ્રીએ ચહલને અનફોલો કર્યું છે, પણ ચહલ સાથેના ફોટો ડિલીટ નથી કર્યા. જોકે, બંનેના નજીકના લોકોનું કહેવું છે કે બંને જણ ડિવોર્સ લઈ રહ્યા છે, પરંતુ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરવામાં સમય લાગશે.

Also read: ચહલે પ્રપોઝ કર્યું અને બટલરે કહ્યું…‘યસ’

આ બાબતે ધનશ્રી કે ચહલે કંઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું એટલે આ બધી અટકળો પણ સાબિત થઈ શકે છે. જોકે, આ પહેલી વખત નથી કે ચહલ અને ધનશ્રીના સંબંધોમાં ખટપટની વાતો સામે આવી હોય. આ પહેલાં 2022માં પણ આવું થયું હતું અને એ સમયે ધનશ્રીનું નામ ટીમ ઈન્ડિયાના જ ખેલાડી શ્રેયસ અય્યર સાથે જોડાયું હતું. એવી અફવાઓ પણ ઉડી હતી કે શ્રેયસ અને ધનશ્રીનું અફેયર ચાલી રહ્યું છે. એ જ દરમિયાન ધનશ્રી વર્માએ ચહલ સરનેમ હટાવી હતી. જોકે, બાદમાં બંને જણે પોસ્ટ કરીને એમની વચ્ચે ઠીક છે એવું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડિવોર્સની અફવાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શ્રેયસ અય્યર અને ધનશ્રી વર્માની ડાન્સિંગ મૂવ્ઝનો વીડિયો વાઈરલ થયો હતો અને એ સમયે પણ લોકોએ બંનેના લિંક્ડઅપની વાતો કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button