Yuvraj Singhએ Rohit Sharmaને કહ્યું વધુ સ્પીડમાં ભાગ જાડિયા… સોશિયલ મીડિયા પર કમેન્ટ વાઈરલ…
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની લાંબા સમય બાદ T-20 ફોર્મેટમાં કમબેક ખાસ કંઈ સારું નથી રહ્યું. અફઘાનિસ્તાન સામે રમાયેલી પહેલી T-20 મેચમાં રોહિતની બેટ ખાસ કંઈ જાદુ નહીં દેખાડી શકી અને તે ખાતું ખોલાવ્યા વગર ઝીરો રન પર જ આઉટ થઈ ગયો હતો અને એક શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.
ગુરુવારે મોહાલી ખાતે રમાયેલી પહેલી T-20 મેચમાં રોહિત શર્મા બીજા જ બોલ પર રન આઉટ થયો હતો અને આ મુદ્દે સોશિયલ મીડિયા પર બબાલ પણ થઈ ગઈ છે અને એવામાં જ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહની એક કમેન્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આવો જોઈએ શું છે આ કમેન્ટ…
વાત જાણે એમ છે કે યુવરાજ સિંહે પોતાની આ ટ્વીટમાં રોહિત માટે એવી કમેન્ટ કરી છે કે થોડા તેઝ દૌડ મોટે… હવે તમને થશે કે ભાઈ આખરે યુવરાજ સિંહ રોહિત માટે કેમ આવું કહી રહ્યો છે તો તમારી જાણ માટે કે આ પાછળની હકીકત કંઈક અલગ છે. યુવરાજ સિંહની આ કમેન્ટ હમણાંની નહીં પણ તેર વર્ષ જૂની છે.
આ કમેન્ટ યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર રોહિત શર્મા દ્વારા 2010માં કરવામાં આવેલી એક પોસ્ટના જવાબમાં કરવામાં આવી છે અને તે અચાનક ગુરુવારથી વાઈરલ થવા લાગી હતી.
રોહિત શર્મા આ મેચમાં ખાતુ પણ નહોતો ખોલાવી શક્યો અને એ પહેલાં જ તે પેવેલિયન ભેગો થઈ ગયો હતો. આ સાથે સાથે જ તેણે પોતાની T-20 ઈન્ટરનેશનલ કરિયરમાં કુલ 11મી વખત 0 રન પર આઉટ થઈ ગયો અને એક શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.
રોહિતના આ રીતે રન આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર એકદમ ધમાલ મચી ગઈ હતી. ટીમ ઈન્ડિયાના અને રોહિતના ફેન્સ શુભમન ગિલને એની ભૂલને કારણે ઘણું બધું સંભળાવી રહ્યા છે. શુભમન ગિલ રોહિતને જોવાને બદલે બોલને જોતો ઊભો રહ્યો હતો અને એને કારણે રોહિત શર્મા રનઆઉટ થઈ ગયો હતો.