સ્પોર્ટસ

હાર્ટ-અટૅક પછી તમીમ ઈકબાલની તબિયત સુધારા પર: યુવરાજ સિંહે મોકલી શુભેચ્છા…

ઢાકા: બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન અને ટોચના બૅટર તમીમ ઈકબાલ (Tamim Iqbal)ને સોમવારે એક સ્થાનિક મૅચમાં રમતી વખતે હાર્ટ-અટૅક (Heart Attack) આવ્યો હતો અને ત્યાર બાદ હવે તેની તબિયત સુધારા પર છે. તે પૂરેપૂરો ભાનમાં આવી ગયો છે અને તેણે પરિવાર સાથે ફોન પર વાતચીત કરી છે. ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે (Yuvraj Singh) તમીમ માટે સોશિયલ મીડિયામાં શુભેચ્છા વ્યક્ત કરી હતી.

તમીમ ઈકબાલે આ વર્ષે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

36 વર્ષનો તમીમ સોમવારે ઢાકા પ્રીમિયર લીગ (DPL)માં મોહમેડન સ્પોર્ટિંગ ક્લબની ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યો હતો.
મૅચ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો હતો અને તેને તાબડતોબ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, તેને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો હતો અને તેની છાતીમાં સર્જરી કરવામાં આવી હતી.

યુવરાજ સિંહે ‘એક્સ’ પર તમીમ માટેની શુભેચ્છામાં લખ્યું હતું કે ‘હું તમીમ અને તેના પરિવાર માટે શુભેચ્છા પાઠવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમીમની તબિયત જલદી સારી થઈ જાય. તમીમ, તું અગાઉ અત્યંત મુશ્કેલ હરીફો સામે લડીને સારું પર્ફોર્મ કરવામાં સફળ થયો હતો અને વધુ મજબૂત થઈને ઊભર્યો હતો. આ વખતે પણ હું તને એવી જ શુભેચ્છા આપું છું. સ્ટે સ્ટ્રોંગર, ચેમ્પિયન…’

આ પણ વાંચો : Yuvraj Singh વર્લ્ડ કપ દરમ્યાન કેન્સરથી મરી જાત તો ગર્વ થાત, પિતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન…

પીઢ ક્રિકેટર તમીમ 2007થી 2023 દરમ્યાન બાંગ્લાદેશ વતી 391 આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો હતો જેમાં તેણે કુલ 15,000થી પણ વધુ રન કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સેન્ચુરી કરનાર તે એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button