સ્પોર્ટસ

F-1 ગ્રાં પ્રિને મળ્યો એકવીસમી સદીમાં જન્મેલો પ્રથમ વિજેતા: તે ક્રિકેટ-ક્રેઝી પણ છે

બુખારેસ્ટ: ઑસ્ટ્રેલિયાનો રેસિંગ કાર-ડ્રાઇવર ઑસ્કર પીઍસ્ટ્રી બે દિવસ પહેલાં હંગેરી ગ્રાં પ્રિ જીત્યો એ સાથે તે બે રીતે એફ-વન કાર રેસિંગની રેકૉર્ડ-બુકમાં આવી ગયો હતો.

23 વર્ષનો પીઍસ્ટ્રી 1999ની સાલ પછી (એકવીસમી સદીમાં) જન્મેલો ફૉર્મ્યુલા-વન ગ્રાં પ્રિનો પ્રથમ ચૅમ્પિયન છે. એ ઉપરાંત, તે આ સીઝનની ગ્રાં પ્રિ ટૂર્નામેન્ટોનો યંગેસ્ટ વિનર પણ બન્યો છે.

મૅકલારેનના પીઍસ્ટ્રીએ આ રેસ એક કલાક 38 મિનિટ અને 1.989 સેકન્ડના ટાઇમિંગ સાથે જીતી લીધી હતી. મૅકલારેનનો જ લૅન્ડો નૉરિસ તેના કરતાં 2.141 સેકન્ડ વધુ લાગી હતી, જ્યારે મર્સિડિઝના લુઇસ હૅમિલ્ટનને પીઍસ્ટ્રી કરતાં 14.88 સેકન્ડ વધુ લાગી હતી.

આ પણ વાંચો : સૂર્યકુમાર ઇલેવન સામે શ્રીલંકાએ પણ પસંદ કર્યો નવો કૅપ્ટન, ટી-20 સિરીઝ માટે નક્કી થઈ ગઈ ટીમ

ઇંગ્લૅન્ડની મૅકલારેન નામની મોટર રેસિંગ ટીમ વતી હંગેરી ખાતેની ગ્રાં પ્રિની સ્પર્ધામાં ઊતરેલા પીઍસ્ટ્રીનો જન્મ એપ્રિલ, 2001માં થયો હતો. 23 વર્ષનો પીઍસ્ટ્રી 2023માં કતાર ખાતેની ગ્રાં પ્રિ સ્પ્રિન્ટ રેસ જીત્યો હતો, પણ ગ્રાં પ્રિની જીત તેના માટે સર્વોપરી છે.

પીઍસ્ટ્રીએ હંગેરીની ગ્રાં પ્રિ જીતીને બે વર્લ્ડ ચૅમ્પિયનો લુઇસ હૅમિલ્ટન અને સબાસ્ટિયન વેટલને ઝાંખો પાડી દીધો હતો.
પીઍસ્ટ્રીને ક્રિકેટની મૅચો જોવાનો પણ ખૂબ શોખ છે. તે ઑસ્ટ્રેલિયાની ટીમનો ફૅન તો છે જ, આઇપીએલ વખતે તે દિલ્હી કૅપિટલ્સના પર્ફોર્મન્સને ફૉલો કરતો હોય છે.

ઇંગ્લૅન્ડનો હૅમિલ્ટન 2007માં પહેલી વાર કાર રેસિંંગની મોટી ટ્રોફી જીત્યો ત્યારે પીઍસ્ટ્રી છ વર્ષનો હતો. વેટલ 2004માં પહેલી વાર મોટર રેસિંગ ચૅમ્પિયનશિપ જીત્યો ત્યારે તો પીઍસ્ટ્રી માંડ ત્રણ વર્ષનો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button