WPL 2026 Viral Anchor: કોણ છે બ્યટીફૂલ એન્કર યેશા સાગર, જે રાતોરાત બની ગઈ છે ટોક ઓફ ધ ટાઉન?

વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2026)ની ચોથી સીઝનનો પ્રારંભ ગઈકાલથી નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે ધમાકેદાર રીતે થઈ ગયો છે. આરસીબી અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની રોમાંચક મેચમાં મેદાન પર ખેલાડીઓએ જાદુ તો ચલાવ્યો જ છે પણ એની સાથે સાથે જ ડબ્લ્યુપીએલની એક મિસ્ટ્રી એન્કર પણ પોતાની સુંદરતાને કારણે રાતો રાત સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગઈ છે. ચાલો જોઈએ કોણ છે આ એન્કર…
ડબ્લ્યુપીએલની પ્રથમ મેચ બાદ સોશિયલ મીડિયા પર ખેલાડીઓની સાથે સાથે જ એન્કર યેશા સાગરની પણ જોરશોરખી ચર્ચા થઈ રહી છે. યેશાએ પોતાની સુંદરતા, ગ્લેમરસ સ્ટાઈલ અને એન્કરિંગ સ્કિલ્સથી દર્શકોના દિલ જીતી લીધા છે.
વાત કરીએ યેશા સાગર કોણ છે અને એની પર્સનલ લાઈફ વિશે તો યેશા સાગરનો જન્મ પંજાબના કિરતપુર સાહિબમાં થયો હતો. જોકે, હાલમાં તે કેનેડા ખાતે રહે છે. કેનેડાથી જ યેશા પોતાના ઇન્ટરનેશનલ મોડેલિંગ પ્રોજેક્ટ્સ અને એક્ટિંગ કરિયરની બાગડોર સંભાળે છે. અહીંયા તમારી જાણ માટે યેશાએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તેની સુંદરતા અને આત્મવિશ્વાસને કારણે તેને ટૂંક સમયમાં જ પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ મળવા લાગ્યું.
યેશાએ પંજાબી સુપરસ્ટાર સિંગર બબ્બુ માન સાથે કામ કર્યું છે, જેમાં તેની અને સિંગરની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સિવાય તેણે જોર્ડન સંધુ સાથે પણ હિટ મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. યેશાએ ભારતીય સહિત અનેક વિદેશી બ્રાન્ડ્સ માટે પણ ફોટોશૂટ કરાવ્યા છે, જેને કારણે તેને ગ્લોબલ આઈડેન્ટિટી મળી છે.
એક્ટિંગ અને મોડેલિંગ સિવાય યેશા પોતાની ફિટનેસને લઈને પણ એકદમ સજાગ છે. યેશા સોશિયલ મીડિયા પર ખાસ્સી એવી એક્ટિવ છે અને તે અવારનવાર તેના વર્કઆઉટ વીડિયો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ શેર કરતી રહે છે. વાત કરીએ ફેન ફોલોઈંગની તો ઈન્સ્ટાગ્રામ પર યેશાના 1.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જ્યાં તે ટ્રાવેલિંગ, શૂટિંગ અને એન્કરિંગની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
યેશા પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ ખાનગી રાખવાનું પસંદ કરે છે. તેણે ક્યારેય પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે ખુલીને વાત કરી નથી. યેશા મોટેભાગે પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવતી જોવા મળે છે.
આ પણ વાંચો…આફ્રિકાની બૅટરે છેલ્લી ઓવરમાં ધમાકા કર્યાં અને મુંબઈ સામે બેંગ્લૂરુની ટીમ…



