સ્પોર્ટસ

પોતાની ભૂલ માટે યશસ્વીએ ડ્રેસિંગ રૂમમાં આ ખેલાડીને જઈને કહ્યું સોરી…

નવી દિલ્હીઃ ગઈકાલે રમાયેલી ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાની મેચમાં ભારતે T-20 મેચમાં 2-0થી લીડ હાંસિલ કરી છે. પરંતુ આ મેચ પૂરી થયા બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગરૂમનું વાતાવરણ ચોક્કસ જ ડહોળાયું હતું અને એના કારણ વિશે ખુદ ટીમ ઈન્ડિયાના જ એક પ્લેયરે ખુલાસો કર્યો હતો અન્ય ખેલાડીને માફી પણ માગી હતી. આવો જોઈએ કોણ છે આ ખેલાડી અને તેણે કોની પાસે માફી માગી હતી.

એ વાત તો બધા જ જાણે છે કે યશસ્વી જયસ્વાલ પહેલી ટી 20 સિરીઝમાં યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર આવતાની સાથે પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તેમણે 8 બોલમાં 2 સિક્સની મદદથી 21 રનની ઈનિગ્સ રમી હતી. પરંતુ હવે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાંથી એક એવી વાત સાંભળવા મળી છે કે જેના વિશે સાંભળીને કદાચ તમે ચોંકી ઉઠશો.

ગઈકાલની મેચ જિતીને ભારતીય ટીમે 5 મેચની સિરીઝમાં 2-0થી લીડ મેળવી હાંસિલ કરી લીધી છે. જોકે, ડ્રેસિંગરૂમના માહોલ પર ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ હવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બીજી સિરીઝમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા યશસ્વી જયસ્વાલે એક મોટો ખુલાસો કર્યો છે અને તેણે આ ખુલાસો કરતાં ટીમ ઈન્ડિયાના બીજા પ્લેયર ઋતુરાજ ગાયકવાડ પાસે માફી માંગી હતી. પહેલી T-20 મેચમાં યશસ્વી તો 21 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ આ દરમિયાન એક રન વધુ લેવાના ચક્કરમાં તેણે ઋતુરાજ ગાયકવાડ રન આઉટ થઈ ગયો હતો.

યશસ્વીએ પોતાની ભૂલ સ્વીકારતાં ઋતુરાજ ગાયકવાડને સોરી કહ્યું હતું અને ઘટના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં યશસ્વી જયસ્વાલે એક શોટ રમ્યો અને બે રન માટે તે ઝડપથી દોડી રહ્યો હતો. પહેલો રન પૂરો કર્યા બાદ તેણે આત્મવિશ્વાસપૂર્વક રુતુરાજને બીજા રન માટે બોલાવ્યો અને લગભગ અડધે સુધી પહોંચી પણ ગયો હતો. સામે પક્ષે ઋતુરાજે પણ યશસ્વીના કોલ પર વિશ્વાસ કર્યો અને બીજા રન માટે અડધે સુધી પીચ પર આવી ગયો હતો પરંતુ આ દરમિયાન જ જયસ્વાલને લાગ્યું કે તે રન પૂરો નહીં કરી શકે અને તે પાછો ફર્યો હતો.

જ્યારે ઋતુરાજને સ્ટ્રાઈકરના છેડે પાછા ફરવાનો ચાન્સ નહીં મળ્યો અને તે રન આઉટ થઈ ગયો હતો. આમ ઋતુરાજ એક પણ બોલ રમ્યા વિના જ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. બસ પીચ પર પોતાની ભૂલને કારણે ઋતુરાજ રન આઉટ થઈને એક પણ બોલ રમ્યા વિના પેવેલિયન ભેગા થવું પડ્યું એ માટે યશસ્વીએ ગઈકાલે ઋતુરાજ પાસે માફી માગતા સોરી કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button