સ્પોર્ટસ

Warnerની Copy કરવાનું Yashasvi Jaiswalને ભારે પડ્યું, ભૂલ પડશે મોંઘી…


રાજકોટ ખાતે ઈંગ્લેન્ડ અને ઈન્ડિયન ટીમ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ જોરદાર કમબેક કર્યું હતું અને બીજા દિવસે ઈંગ્લેન્ડે ઈન્ડિયન બોલરને ખૂબ ધોયા હતા પણ ત્રીજા દિવસે બેઝબોલની રણનીતિ નિષ્ફળ નિવડી હતી. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા આઉટ થયા બાદ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે બીજી ઈનિંગમાં મોટી પાર્ટનરશિપ કરી અને આ જ કારણસર ત્રીજા દિવસના અંત સુધીમાં ટીમ ઈન્ડિયા 322 રન ફટકારી શકી હતી.

પરંતુ હવે મળી રહેલી માહિતી પ્રમાણે યશસ્વી જયસ્વાલને ડેવિડ વોર્નરને કોપી કરવાનું ભારે પડી શકે એમ છે. આવો જોઈએ શું કર્યું યશસ્વીએ કે જે એના માટે મુશ્કેલી ઊભી કરી શકે એમ છે. સેન્ચ્યુરી ફટકાર્યા બાદ યશસ્વીએ જોશમાંને જોશમાં ડેવિડ વોર્નર સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું હતું, પરંતુ ત્યાર બાદ તેને પીઠમાં દુઃખાવો શરૂ થઈ ગયો હતો. 133 બોલમાં યશસ્વીએ 104 રન કર્યા હતા.

સેન્ચ્યુરી પૂરી થતાં જ યશસ્વીએ ડેવિડ વોર્નર સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું હતું. પરંતુ આગળના 10 બોલમાં જ તેને પીઠમાં દુઃખાવો થઈ રહ્યો હોવાની માહિતી સામે આવી હતી અને હવે એવું કહેવાઈ રહ્યું છે કે જોશમાં હોશ ગુમાવીને વોર્નરની કોપી કરવાનું જયસ્વાલને ભારે પડી શકે છે. જોકે, ફિઝિયોથેરેપિસ્ટ દ્વારા જયસ્વાલની ઈજા બાબતે કોઈ પણ નિવેદન આપ્યું નથી.
સોશિયલ મીડિયા પર જયસ્વાલના આ જાનદાર સેલિબ્રેશનનું વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ દ્વારા આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યશસ્વી જયસ્વાલે જુલાઈ, 2023માં ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું અને જયસ્વાલે તેની ટેસ્ટ કરિયરની ત્રીજી સદી ફટકારી હતી.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker