વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો હનુમાન કૂદકો…

દુબઈ: ભારતે સોમવારે ઇંગ્લૅન્ડને સિરીઝની છેલ્લી ટેસ્ટમાં છ રનથી હરાવીને શ્રેણીને 2-2ની બરાબરમાં લાવી દીધી એને પગલે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યૂટીસી)ની નવી સીઝનમાં ૧૨ પોઇન્ટનો વધારો મેળવ્યો છે. પરિણામે, ભારતીય ટીમ ચોથા પરથી ત્રીજા નંબર પર આવી ગઈ છે.
ડબલ્યુટીસીના ઇતિહાસમાં સૌથી વધુ બે વખત ફાઇનલ રમી ચૂકેલી ભારતીય ટીમની નવી સીઝનમાં આ પહેલી જ શ્રેણી હતી અને એમાં એણે બ્રિટિશ ધરતી પરની મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે શ્રેણી ડ્રો કરાવીને સકારાત્મક શરૂઆત કરી છે.
પાંચ ટેસ્ટ રમ્યા પછી હવે ભારત (INDIA)ના ખાતે કુલ 28 પોઈન્ટ છે. ભારતનું પર્સેન્ટાઈલ 46.67 છે.
ઇંગ્લેન્ડ આ લિસ્ટમાં ચોથા નંબર પર રહી ગયું છે. તેને 26 પોઇન્ટ મળ્યા છે અને તેનું પર્સેન્ટાઈલ 43.33 છે.
ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)એ તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું છે અને પોઇન્ટ્સ ટેબલમાં ઑસ્ટ્રેલિયા નંબર વન છે. તાજેતરમાં ડબલ્યુટીસી (WTC)ની ત્રીજી સીઝનની ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાને હરાવીને પહેલી વાર ચેમ્પિયનપદ મેળવ્યું હતું.
એક ટેસ્ટ મૅચ જીતવા બદલ ટીમને ૧૨ પોઇન્ટ મળે છે, જ્યારે ટેસ્ટ ડ્રો થાય તો બંને ટીમને ચાર-ચાર પોઇન્ટ આપવામાં આવે છે.
ડબલ્યુટીસીની ટોચની પાંચ ટીમ
1. | ઑસ્ટ્રેલિયા | પર્સેન્ટાઇલ 100. 00 |
2. | શ્રીલંકા | પર્સેન્ટાઇલ 66.67 |
3. | ભારત | પર્સેન્ટાઇલ 46.67 |
4. | ઇંગ્લૅન્ડ | પર્સેન્ટાઇલ 43.33 |
5. | બાંગ્લાદેશ | પર્સેન્ટાઇલ 16.67 |
આ પણ વાંચો…ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં જીતથી ગદગદ તેંડુલકર-ગાંગુલીઃ ટીમ ઈન્ડિયાને સલામ