સ્પોર્ટસ

ડબ્લ્યૂપીએલ ફાઇનલઃ હરમનની હાફ સેન્ચુરી છતાં મુંબઈના માત્ર 149/7

મુંબઈઃ અહીં ગઈ કાલે બ્રેબર્ન સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની દિલ્હી કૅપિટલ્સ સામેની ફાઇનલમાં 2023ની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે ફક્ત 149 રન બનાવ્યા હતા.

ઑસ્ટ્રેલિયાની મેગ લેનિંગના સુકાનમાં દિલ્હીની ટીમ 2023ની પ્રથમ સીઝનની ફાઇનલમાં મુંબઈ સામે અને 2024ની બીજી સીઝનની ફાઇનલમાં બેન્ગલૂરુ સામે હારી હતી. ફાઇનલની હૅટ-ટ્રિક કરનાર લેનિંગની દિલ્હીની ટીમને બ્રેબર્નમાં મુંબઈ સામે 150 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો એ જોતાં દિલ્હીને પ્રથમ વાર ચૅમ્પિયન બનવાનો સોનેરી મોકો મળવાની સાથે મુંબઈએ બીજી વાર ચૅમ્પિયન બનવાની પણ તૈયારી કરી હતી.

Read This…અજિંક્ય રહાણે આઇપીએલમાં પહેલા જ દિવસે નવો ઇતિહાસ રચી દેશે, જાણો કેવી રીતે…

બ્રેબર્નમાં હરમનપ્રીત કૌર (44 બૉલમાં 66 રન)ની હાફ સેન્ચુરી તથા નૅટ સિવર-બ્રન્ટના 30 રન સિવાય બીજી કોઈ બૅટર 15 રન પણ નહોતી બનાવી શકી. પહેલા 14 રનમાં મુંબઈની બે વિકેટ પડી ગઈ હતી.

દિલ્હી વતી મૅરિઝેન કૅપ, જેસ જૉનાસેન અને શ્રી ચરાનીએ બે-બે વિકેટ લીધી હતી. હરમનની મહત્ત્વની વિકેટ સધરલૅન્ડે અને નૅટની વિકેટ શ્રી ચરાનીએ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button