સ્પોર્ટસ

દીપ્તિ શર્માને યુપીની ટીમે પાછી મેળવી અને એ પણ અધધધ…આટલા કરોડ રૂપિયામાં!

નવી દિલ્હી: પાટનગરમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના પ્લેયર્સ ઑક્શનમાં યુપી વૉરિયર્ઝ ટીમે ભારતની સ્પિન-ઑલરાઉન્ડર અને વર્લ્ડ કપની પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ દીપ્તિ (DEEPTI) શર્માને 3.20 કરોડ રૂપિયામાં મેળવી છે.

આ ટીમે તેને ઑક્શન (AUCTION) માટે છૂટી કરી દીધી હતી, પણ હવે તેને પાછી મેળવી લીધી છે. તેના નામ પર 50 લાખ રૂપિયાથી બોલી બોલાવાની શરૂઆત થઈ હતી.

દિલ્હી કૅપિટલ્સે તેને મેળવવા શરૂઆત કરી હતી અને મામલો 3 કરોડ રૂપિયાને પાર ગયો હતો, પણ યુપીએ રાઇટ-ટૂ-મૅચ (આરટીએમ)ની સવલતથી તેને પાછી મેળવી લીધી હતી.

વર્લ્ડ કપની સાઉથ આફ્રિકન સુપરસ્ટાર વૉલ્વાર્ટને દિલ્હી કૅપિટલ્સે 1.10 કરોડ રૂપિયામાં અને મુંબઈ ઇન્ડિયન્સે મેલી કેરને ત્રણ કરોડ રૂપિયામાં અને ગુજરાત જાયન્ટ્સે સૉફી ડિવાઇનને બે કરોડ રૂપિયામાં મેળવી છે.

આ પણ વાંચો…ભારતની વર્લ્ડ ચૅમ્પિયન સ્ટાર જેમિમા રૉડ્રિગ્સ બિગ બૅશમાંથી કેમ નીકળી ગઈ?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button