સ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકાની જીત બાદ WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર, જાણો ભારતની સ્થિતિ…

દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 40 રને જીત (SA vs WI) મળેવી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા, આ કારણથી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 263 રનના ટાર્ગેટના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 222 રનમાં સમેટાઈ ગઈ હતી. આફ્રિકાએ બે ટેસ્ટ મેચની શ્રેણી 1-0થી જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)ના પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે.

દક્ષિણ આફ્રિકાને થયો ફાયદો:
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં જીત નોંધાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ(Point Table)માં પાકિસ્તાનથી ઉપર પહોંચી ગઈ છે. દક્ષીણ આફ્રિકા અત્યારે WTC પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. દક્ષીણ આફ્રિકાએ WTCની આ સાઈકલમાં 6 મેચ રમી છે, જેમાંથી ટીમે 2 મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે, તેનો PCT 38.89 છે. જ્યારે પાકિસ્તાનની ટીમ છઠ્ઠા સ્થાને છે. પાકિસ્તાને આ સાઈકલમાં અત્યાર સુધીમાં પાંચ મેચ રમી છે જેમાંથી તેને બેમાં જીત મેળવી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે, તેનું PCT 36.66 છે. પાકિસ્તાને હજુ બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ જીતીને પાકિસ્તાની ટીમ ટોપ પર પહોંચી શકે છે.

નંબર વન પર ભારતીય ટીમ:
ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. ટીમે અત્યાર સુધીમાં કુલ 9 મેચ રમી છે જેમાંથી 6માં તેણે જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમનું PCT 68.51 છે. ભારતીય ટીમે હજુ પણ ઘરઆંગણે બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે કુલ 10 ટેસ્ટ મેચ રમવાની છે, જે WTC ફાઇનલમાં પહોંચવા માટે આ બધા મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે, તેનું PCT 62.50 છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button