મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રી લંકા વચ્ચેની વન-ડે વર્લ્ડ કપની 33મી મેચ રમાઈ હતી. શ્રી લંકાએ ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો, જેમાં ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેને ધમાકેદાર બેટિંગ કરી હતી. પહેલા દાવમાં ટીમ ઈન્ડિયાએ આઠ વિકેટે 357 રનનો પડકારજનક સ્કોર કર્યો હતો.
ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી, જેમાં રોહિત, રાહુલ સિવાય અન્ય બેટરે પોતાની રીતે મજબૂત યોગદાન આપ્યું હતું. રોહિત અને ગિલે ઓપનિંગ શરુઆત કરી હતી, પણ ચાર રનના સસ્તા સ્કોરે દિલશાન મધુશંકાએ રોહિતને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ સચિનની સદી બરોબરી કરવામાં વિરાટ કોહલી, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્ય કુમાર યાદવની વિકેટ પણ દિલશાને લીધી હતી. આજની મેચમાં ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીની વિકેટ દિલશાને લીધી હતી.
જોકે, ઓપનિંગમાં શુભમન ગિલે બે સિક્સર અને અગિયાર ચોગ્ગા સાથે 92 બોલમાં 92 રન કર્યા હતા, ત્યારબાદ વિરાટ કોહલીએ 94 બોલમાં 88 રન કર્યા હતા. વિરાટ કોહલી સદી કરવાનું ચૂક્યા પછી સચિનની બરોબરી નહીં કરી શકતા કરોડો ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા. વિરાટ પછી શ્રેયસ અય્યરે પણ ધુઆંધાર બેટિંગ કરી હતી. અય્યરને મેચમાં લેવાનું પુરવાર કર્યું હતું, જેમાં છ સિક્સર અને ત્રણ ચોગ્ગા સાથે 56 બોલમાં 82 રનનો કર્યો હતો.
ભારતની પહેલી વિકેટ ચાર રનના સ્કોરે પડી હતી, ત્યારબાદ ગિલની 193 રનના સ્કોરે પડી હતી. 196 રને વિરાટ કોહલીના સ્વરુપે ત્રીજી વિકેટ પડી હતી. મિડલ ઓર્ડર પછી ભારતના ખેલાડીઓની તબક્કાવાર વિકેટો પડી હતી. 256 રને પાંચમી (કેએલ રાહુલની-21), 276 રને (સૂર્ય કુમાર યાદવ-12), 333 રને છઠ્ઠી (શ્રેયસ અય્યર-82), 355 રને સાતમી (મહોમ્મદ સામી-2), રવિન્દ્ર જાડેજાની આઠમી વિકેટ રન આઉટ થવાને કારણે પડી હતી. જાડેજાએ પણ 24 બોલ (એક્ ચોગ્ગા અને એક સિક્સર)માં 35 રન ફટકાર્યા હતા.
બીજી બાજુ શ્રી લંકાએ 20 રન એક્સ્ટ્રા આપ્યા હતા, જેમાં સૌથી વધુ ખર્ચાળ બોલર પણ દિલશાન સાબિત થયો હતો. 10 ઓવરમાં પાંચ વિકેટ સાથે 80 રન આપ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને