વર્લ્ડકપની ફાઈનલ પાછી રમાશે? ICCએ આ અંગે શું કહ્યું?
નવી દિલ્હીઃ ગયા મહિને જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC ODI વર્લ્ડકપ-2023ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા સામસામે આવ્યા હતા જેમાં ટુર્નામેન્ટમાં સતત દસ દસ મેચમાં વિજયનો પરચમ લહેરવનાર ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડની સેંચ્યુરીને કારણે ટીમ ઈન્ડિયાનું 12 વર્ષ પછી ફરી વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાઈ ગયું હતું.
પણ હવે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ વાઈરલ થઈ રહી છે કે ફાઈનલમાં ટીમ ઈન્ડિયા સાથે અન્યાય થયો છે, ચિટિંગ થઈ છે એટલે ફાઈનલ મેચ પાછી રમાડવાનો નિર્ણય ICC દ્વારા લેવામાં આવ્યો છે. તમે પણ કદાચ આવી કોઈ પોસ્ટ વાંચી હશે, તો આજે અમે અહીં તમને એ પોસ્ટની હકીકત વિશે જણાવવા આવ્યા છીએ.
ટીમ ઈન્ડિયાની હારન આઘાતમાંથી હજી પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કે ક્રિકેટપ્રેમીઓ આવી શક્યા નથી. એટલું જ નહીં પણ ટીમ ઈન્ડિયાના ક્રિકેટ ફેન્સ ફરીથી વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા ઈચ્છે છે.
વર્લ્ડકપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પાછળની તરફ દોડતા ટ્રેવિસ હેડના હાથે કેચ આઉટ થઈ ગયો હતો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રેવિસે કેચ છોડ્યો હતો. હેડે કેચને ફાઉલ કર્યો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે અને આ નિર્ણયને કારણે જ ટીમ ઈન્ડિયા સાથે અન્યાય થયો હોવાનો મત પણ વ્યક્ત કરાઈ રહ્યો છે.
આ સિવાય કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વર્લ્ડકપની ફાઈનલ ફરી એકવાર ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે અને આ નિર્ણય ICC દ્વારા લેવામાં આવ્યો હોવાનો દાવો પણ આ પોસ્ટમાં કરવામાં આવી રહ્યો છે.
હેડની આ વિવાદાસ્પદ વિકેટને પગલે ICC ફરી વખત ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ કરાવશે. પણ શું તમે આ પોસ્ટ અને એમાં કરાયેલા દવા પાછળની હકીકત જાણો છો? નહીં ને? આજે અમે અહીં તમારા માટે આ અંગેની એક મહત્વની માહિતી સામે લઈને આવ્યા છીએ.
મળી રહેલી માહિતી પ્રમાણે વર્લ્ડકપની ફાઈનલ મેચ ફરી નથી રમાવાની અને ICCએ આ અંગે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા કે જાહેરાત કરી નથી. સોશિયલ મીડિયા પર આવી પોસ્ટના માધ્યમથી લોકોમાં ભ્રમકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અમુક વધારે પડતાં ઉત્સાહી લોકો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રેવિસ હેડે રોહિતનો કેચ પકડ્યો જ નહોતો અને તેણે આ કેચ ફાઉલ કરીને લોકો સાથે ચિટિંગ કરી છે. નથી. પણ ટ્રેવિસ હેડ દ્વારા પકડવામાં આવેલા કેચનો વીડિયો પણ ICC દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ટ્રેવિસ હેડે રોહિત શર્માને પરફેક્ટ કેચ કર્યો છે. આથી સોશિયલ મીડિયા પર ફરીવાર વર્લ્ડ કપ ફાઈનલ યોજાશે તેવી ચર્ચા તદ્દન ખોટી અને બોગસ છે.