IPL 2024સ્પોર્ટસ

World Cup 2023: લંકા સામે કિવિઓ જીત્યા, આ દેશની આશાઓ પર પાણી ફરી વળ્યું

બેંગલુરુઃ વર્લ્ડ કપની 41મી મેચમાં ન્યૂ ઝીલેન્ડે શ્રીલંકાને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં આ તેની પાંચમી જીત છે અને તેણે સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે, જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેમી ફાઈનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે. મતલબ બંને દેશને આગળ વધવા માટે કપરા ચઢાણ રહી શકે છે.

બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂ ઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂ ઝીલેન્ડે 23.1 ઓવરમાં પાંચ વિકેટે 172 રન કરીને મેચ જીતી લીધી હતી. ટ્રેટ બોલ્ટ મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

ન્યૂ ઝીલેન્ડની જીતથી પાકિસ્તાની ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશાને જોરદાર ફટકો પડ્યો છે. આ જીત બાદ ન્યૂ ઝીલેન્ડના 9 મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે. ન્યૂ ઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

શ્રી લંકાના 171 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ન્યૂ ઝીલેન્ડની શરૂઆત શાનદાર રહી હતી. ન્યૂ ઝીલેન્ડના ઓપનર ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રએ પ્રથમ વિકેટ માટે 12.2 ઓવરમાં 86 રન જોડ્યા હતા. ડ્વેન કોનવે 42 બોલમાં 45 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. રચિન રવિન્દ્રએ 34 બોલમાં 42 રન કર્યા હતા. આ પછી કિવી કેપ્ટન કેન વિલિયમ્સન પેવેલિયન પરત ફર્યો હતો. કેન વિલિયમ્સને 15 બોલમાં 14 રન કર્યા હતા. ડેરીલ મિશેલે 31 બોલમાં 43 રન કર્યા જ્યારે માર્ક ચેપમેન 7 બોલમાં 7 રન કર્યા હતા.

વર્લ્ડ કપમાં સેમી ફાઈનમાં ભારત, આફ્રિકા, ઓસ્ટ્રેલિયાએ પહેલાથી પોતાની જગ્યા નક્કી કરી લીધી છે, જ્યારે ચોથી ટીમ તરીકે ન્યૂ ઝીલેન્ડે પોતાનો દાવો નોંધાવ્યો છે. જો પાકિસ્તાનને સેમી ફાઈનલમાં એન્ટ્રી કરવી હોય તો ઇંગ્લેન્ડને 287 રનના સૌથી મોટા માર્જિનથી હરાવવું પડશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button