IPL 2024સ્પોર્ટસ

World Cup 2023: ઈંગ્લેન્ડ નેધરલેન્ડ સામે 160 રનથી જીત્યું

શાનદાર સદી બદલ બેન સ્ટોક્સને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો

પુણેઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપની આજની મેચ ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડની વચ્ચે હતી. બંને ટીમ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ હોવા છતાં આજની મેચમાં નેધરલેન્ડની સામે મજબૂત સ્કોર કર્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ઇંગ્લેન્ડે 50 ઓવરમાં નવ વિકેટે 339 રન કર્યા હતા. બીજા દાવમાં 340 રનનો સ્કોર અચીવ કરવા આવેલી નેધરલેન્ડની ટીમ 37.2 ઓવરમાં 179 રને ઓલઆઉટ થઈ હતી, પરિણામે નેધરલેન્ડની ટીમ 160 રનથી હારી હતી. નેધરલેન્ડની ટીમવતીથી વેસ્લે બરેસી (37), સાયબ્રાન્ડ એન્જલબ્રેચ (38), તેજા નિદમનુરુએ 34 બોલમાં 41 રન કરીને નોટઆઉટ રહ્યો હતો, પરંતુ એના સિવાય બે બેટર ઝીરોમાં આઉટ થયો હતો. ઈંગ્લેન્ડની ટીમવતીથી મોઈન અલી અને આદિલ રાશિદે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે ડેવિડ વિલેને બે અને ક્રિસ વોક્સને એક વિકેટ મળી હતી.

પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 339 રન કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે શાનદાર સદી ફટકારી હતી. બેન સ્ટોક્સે 84 બોલમાં 108 રન કર્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ પહેલા ઓપનર ડેવિડ મલાને 74 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ક્રિસ વોક્સે 45 બોલમાં 51 રનનું યોગદાન આપ્યું હતું. નેધરલેન્ડ તરફથી બાસ ડી લીડે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આર્યન દત્ત અને લોગાન વાન વીકને 2-2 સફળતા મળી હતી. પોલ વોન મીકેરેને 1 વિકેટ લીધી હતી. શાનદાર સદી બદલ બેન સ્ટોક્સને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત સારી થઈ ન હતી. જોની બેયરસ્ટો 15 રન કરી આયર્ન દત્તનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બીજી વિકેટ માટે ઓપનર ડેવિડ મલાન અને જો રૂટે 85 રનની ભાગીદારી કરી હતી. જો રૂટ 28 રન કરી આઉટ થયો હતો. હેરી બ્રુક 11 રન પર બાસ ડી લીડેનો શિકાર બન્યો હતો. કેપ્ટન જોસ બટલર માત્ર 5 રન કરીને આઉટ થયો હતો
આ પછી સાતમા નંબરે આવેલ ઓલરાઉન્ડર મોઈન અલી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 4 રન કરીને આઉટ થઈ ગયો હતો. આ પછી બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સે સાતમી વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન સ્ટોક્સે 48મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. ક્રિસ વોક્સ 51 રન કરી પેવેલિયન પરત ફર્યો હતો.

આજની જીત સાથે ભૂતપૂર્વ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડે આઠ મેચમાં બે જીત સાથે ચાર પોઈન્ટ થયા છે, જેમાં છ મેચમાં પરાજય થયો હતો, જ્યારે આજે નેધરલેન્ડ હાર્યા પછી પણ તેને ચાર પોઈન્ટ મળ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત