IPL 2024સ્પોર્ટસ

World Cup 2023: બાંગ્લાદેશે શ્રી લંકાને વર્લ્ડ કપમાંથી બહાર કર્યું, ત્રણ વિકેટથી જીત્યું

નવી દિલ્હીઃ અહીંના અરુણ જેટલી સ્ટેડિયમમાં શ્રી લંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચરિથ અસલંકાની સદીની મદદથી શ્રી લંકાએ બાંગ્લાદેશ સામે 279 રન કર્યા હતા. બાંગ્લાદેશની ટીમે મજબૂત બેટિંગ કરીને 41 ઓવરમાં ત્રણ વિકેટથી જીત્યું હતું. આ જીત સાથે બાંગ્લાદેશે શ્રીલંકાને વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું છે.

280 રનના સ્કોર અચીવ કરવા આવેલી બાંગ્લાદેશની પહેલા ઓપનર મજબૂત સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ મિડલ ઓર્ડરના બેટર સફળ રહ્યા હતા. બાંગ્લાદેશના કેપ્ટન શકીબ અલ હસને 65 બોલમાં 82 રન તથા નાઝમુલ હુસૈન શાન્તોએ 101 બોલમાં 90 રન કર્યા હતા, જેથી પડકારજનક સ્કોર અચીવ કરવામાં મદદ મળી હતી. એના સિવાય ટાન્જિદ હસન પાંચ બોલમાં નવ રન, લિટન દાસ 22 બોલમાં 23 રન, મહમુદુલ્લાહ 23 બોલમાં 22 રન, મુસફિકર રહિમ 13 બોલમાં 10 રન કર્યા હતા. બાંગ્લાદેશની ટીમે 280 રનનો સ્કોર 41.1 ઓવરમાં પ્રાપ્ત કર્યો હતો.

શ્રીલંકાની ટીમે 49.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં પહેલી બેટિંગમાં શ્રીલંકાની ટીમની શરૂઆત સારી રહી નહોતી. પહેલી જ ઓવરમાં કુસલ પરેરાના રૂપમાં પહેલી વિકેટ ગુમાવી હતી. તે ચાર રનમાં આઉટ થયો હતો, ત્યાર પછી કુસલ મેન્ડિસ અને પથુમ નિસાંકાએ બીજી વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી, જેને કેપ્ટન શાકિબે 12મી ઓવરમાં મેન્ડિસને 19 રન પર આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.

પથુમ નિસાંકા 41 રને તંઝીમનો શિકાર બન્યો હતો. આ પછી સદિરા સમરવિક્રમા અને ચરિથ અસલંકાએ ચોથી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. આ પછી બેટિંગ કરવા ઉતરેલા એન્જેલો મેથ્યુઝને સમયસર પ્રથમ બોલનો સામનો ન કરવા બદલ ટાઇમ આઉટ અપાયો હતો. ત્યાર બાદ ધનંજય ડી સિલ્વા અને અસલંકાએ છઠ્ઠી વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી. ડી સિલ્વા 34 રન કરી આઉટ થયો હતો. આ પછી મહિષ તીક્ષ્ણા 22, ચરિથ અસલંકા 108, કસુન રજિંથા શૂન્ય રન કરી આઉટ થયા હતા.

બાંગ્લાદેશ તરફથી તંઝીમ હસન શાકિબે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય કેપ્ટન શાકિબ અલ હસન અને શોરીફુલ ઈસ્લામે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મેહદી હસન મિરાજને 1 સફળતા મળી હતી. આજની મેચમાં જીત સાથે બાંગ્લાદેશ આઠ મેચમાંથી છ મેચ હાર્યું છે, જ્યારે બે મેચ જીતતા શ્રીલંકાના સમાન ચાર પોઈન્ટ થયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button