IPL 2024સ્પોર્ટસ

World Cup 2023: પાકિસ્તાન પછી ભારતે બાંગ્લાદેશને હરાવ્યું

કોહલીએ બનાવ્યો આ રેકોર્ડઃ 97 બોલમાં 103 રન ફટકાર્યા

પુણેઃ પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત પછી આજે ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું, જેમાં વિરાટ કોહલીની સદીનું યોગદાન વિશેષ રહ્યું હતું. વર્લ્ડ કપની વન-ડે મેચમાં સતત ચોથી વખત ભારતનો વિજય થયો છે. અહીંના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા દાવમાં બાંગ્લાદેશે 256 રન કર્યા હતા, જેમાં ભારતીય ટીમે 41.3 ઓવરમાં 261 રન બનાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો.

ભારતીય સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે આક્રમક ઈનિંગ રમ્યા હતા. રોહિત શર્માએ 40 બોલમાં 48 (સાત ચોગ્ગા અને બે સિક્સ) તથા શુભમન ગિલે પંચાવન બોલમાં 53 રન (પાંચ ચોગ્ગા અને બે સિક્સર) રન માર્યા હતા, જ્યારે શ્રેયસ અય્યર 19 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. ભારતની પહેલી વિકેટ 88 રને, બીજી વિકેટ 132 રને તથા ત્રીજી વિકેટ 178 રને પડી હતી, જ્યારે મહેંદી હસને બે વિકેટ ઝડપી હતી.

એના સિવાય વિરાટ કોહલીએ અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 510 મેચની 566 ઇનિંગ્સમાં 53.78ની એવરેજથી 25,923 રન બનાવ્યા છે. કોહલીની વન-ડેમાં 48મી સદી થઈ છે અને 134 ફિફ્ટી ફટકારી છે. આજે બાંગ્લાદેશ સામે 97 બોલમાં 103 રન ફટકાર્યા છે. છ ચોગ્ગા અને ચાર સિક્સર સાથે સેન્ચુરી પુરી કરી હતી. 26,000 પૂરા કરતા વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલરકરને પાછળ મૂકી દીધો છે. વિરાટ કોહલી સિવાય કેએલ રાહુલે પણ 34 બોલમાં 34 રન કર્યા હતા.
બાંગ્લાદેશની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 8 વિકેટે ગુમાવીને 256 રન કર્યા હતા. બાંગ્લાદેશ તરફથી લિટનદાસે સૌથી વધુ 66 રન કર્યા હતા. જ્યારે તંજીદ હસને 51 અને મહમુદુલ્લાહે 46 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય મુશ્ફિકુર રહીમે 38 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.

તંજીદ હસન અને લિટન દાસે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં 63 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન નજમુલ આઠ રન બનાવીને જાડેજાનો શિકાર બન્યો હતો. રહીમ 38 , મહમુદુલ્લાહ 46 રન કરી આઉટ થયા હતી. બોલિંગ દરમિયાન હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયો હતો અને તેની ઓવરના ત્રણ બોલ ફેંકી વિરાટ કોહલીએ ઓવર પુરી કરી હતી.
છેલ્લી વખત એશિયા કપમાં બંને ટીમો આમનેસામને આવી હતી, ત્યારે બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને કારમી હાર આપી હતી. આ સિવાય ટીમ ઈન્ડિયાને ભારતના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન વન-ડે શ્રેણી ગુમાવવી પડી હતી. વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલમાં અત્યારે ચાર મેચમાં ચાર મેચ જીતનાર ફક્ત ન્યૂઝીલેન્ડ ટીમ બની છે, જેમાં ન્યૂઝીલેન્ડના આઠ પોઈન્ટ છે. આજની વનડેમાં ભારતના વિજય સાથે હવે ભારતના બે પોઈન્ટમાં વધારો થવાથી કુલ આઠ પોઈન્ટ થયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા