મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની વચ્ચે 23મી વન-ડે મેચ રમાઈ હતી, જેમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાની ટીમે બેટિંગ લીધી હતી. પહેલી બેટિંગમાં સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામે પાંચ વિકેટ ગુમાવીને 382 રન કર્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશે ઝઝૂમ્યા પછી છતાં 46.4 ઓવરમાં 233 રને બાંગ્લાદેશ ઓલાઉટ થયું હતું.
બાંગ્લાદેશ સામે જીત મેળવીને દક્ષિણ આફ્રિકાની ટીમે વધુ સિકસર મારવાનો તથા વર્લ્ડ કપમાં 350થી વધુ રન મારવાનો ઈતિહાસ કર્યો હતો, જ્યારે સૌથી મોટી લીડથી જીત મેળવવાનો રેકોર્ડ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ સામે 149 રનથી હારીને સૌથી વધુ રનના લીડથી જીત મેળવવાનો પણ રેકોર્ડ નોંધાવ્યો હતો. બાંગ્લાદેશે પાંચ મેચમાં ચોથી વખત હાર્યું હતું.
દક્ષિણ આફ્રિકા સામે જીતવા આવેલી બાંગ્લાદેશની ટીમે પ્રારંભમાં ધબડકો નોંધાવ્યો હતો. પહેલી બે વિકેટ 30 રને, ત્રીજી વિકેટ 31 રને, ચોથી વિકેટ 42 રને, પાંચમી વિકેટ 58 રને, છઠ્ઠી વિકેટ 81 રને, સાતમી વિકેટ 122 રને, આઠમી વિકેટ 159 રને, 227 રને નવમી વિકેટ તથા દસમી વિકેટ 233 રને પડી હતી, જેમાં સૌથી વધુ સ્કોર મહુમદુલ્લાએ મહત્વની ઈનિંગ રમ્યો હતો. 31 રને ત્રણ વિકેટ અને 81 રને છ વિકેટ ગુમાવી હતી, પરંતુ મહમુદુલ્લાહ અને નસુમ અહેમદે બાજી સંભાળીને 41 રનની પાર્ટનરશિપ કરી હતી, જ્યારે લિટન દાસે પણ 22 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકા સામે હારવા છતાં બાંગ્લાદેશવતીથી મિડલ ઓર્ડરમાં રમવા આવેલા મહમુદુલ્લાએ 111 બોલમાં 111 રન કર્યા હતા, જેમાં 11 ચોગ્ગા (ચાર સિકસર) માર્યા હતા. મહમુદુલ્લા સિવાય બાંગ્લાદેશવતીથી ડબલ ફિગરમાં પણ કોઈ બેટર મહત્ત્વના રન કરી શક્યું નહોતું. પહેલી બેટિંગમાં આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમવતીથી સૌથી વધુ વિકેટ જીરાલ્ડ કોએત્ઝીએ 10 ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે માર્કો જેસન, લિઝાડ વિલિયમ્સ અને રબાડાએ બબ્બે વિકેટ ઝડપી હતી, જ્યારે કેશવ મહારાજે એક વિકેટ ઝડપી હતી.
આજે બાંગ્લાદેશની ટીમની હાર પછી સેમી ફાઈનલની રેસમાંથી બાદબાકી નક્કી છે. દક્ષિણ આફ્રિકાએ પાંચમાંથી ચાર મેચ જીતીને બીજા નંબરે પહોંચી છે, જ્યારે બાંગ્લાદેશની ટીમ પાંચમાંથી ચાર મેચ હાર્યું છે, જ્યારે હવે બાકીની ચાર મેચ જીતે તો જ દસ પોઈન્ટ થશે.