સ્પોર્ટસ

દિલ્હીની બૅડ્મિન્ટન સ્પર્ધામાંની વર્લ્ડ ચૅમ્પિયનની વહેલી એક્ઝિટ

નવી દિલ્હી: પાટનગરમાં ચાલી રહેલી બૅડ્મિન્ટનની ઇન્ડિયા ઓપન સુપર-750 ટૂર્નામેન્ટમાં ગુરુવારે કેટલાક બિગેસ્ટ અપસેટ જોવા મળ્યા હતા.

થાઇલૅન્ડના વર્લ્ડ ચૅમ્પિયન અને ગયા વખતે દિલ્હીની આ સ્પર્ધા જીતનાર કુનલાવુત વિતિદસર્નનો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં હૉન્ગ કૉન્ગના લી ચેઉક યિઉ સામે એક કલાક અને બાવીસ મિનિટમાં 21-16, 20-22, 21-23થી પરાજય થયો હતો. ગુરુવારનો દિવસ મોટા નામવાળા ખેલાડીઓની વિદાયનો હતો, કારણકે બે વખત વર્લ્ડ ચૅમ્પિયન બનનાર અકેન યામાગુચીની તેમ જ
ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપની વિજેતા લિ શી ફેન્ગનો પણ પરાજય થયો હતો. યામાગુચીની હાલમાં ચોથી રૅન્ક છે. તેને વિશ્ર્વમાં 18મો ક્રમ ધરાવતી થાઇલૅન્ડની બુસેનન ઑન્ગબામરુનફાને 21-11, 21-19થી હરાવી દીધી હતી. જોકે ચીનની થર્ડ-સીડેડ ફેન્ગને જાપાનની અનસીડેડ કૉકી વટાનાબેએ 71 મિનિટની લાંબી લડતમાં 32-24, 13-21, 21-9થી પરાજિત કરી દીધી હતી.

હૉન્ગ કૉન્ગના લી યિઉએ મૅચ પછી કહ્યું, ‘હું હંમેશાં મારી ગેમ વિશે જ વિચારું છું. બીજાના પર્ફોર્મન્સ વિશે બહુ ચિંતા નથી કરતો. હવે તો એવું છે કે પ્રત્યેક ખેલાડી ટોચના પ્લેયરને હરાવવા કાબેલ હોઈ શકે છે. ક્યારેય કંઈ કહી ન શકાય. ઑલિમ્પિક્સ નજીક આવી રહી છે અને દરેકના મનમાં એ જ અંતિમ લક્ષ્ય છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”