સ્પોર્ટસ

વર્લ્ડ ચૅમ્પિયનોએ નાતાલ ઉજવીઃ શુક્રવારે શ્રીલંકા સામે ત્રીજી ટી-20

મુંબઈઃ સ્મૃતિ મંધાના, જેમિમા રૉડ્રિગ્સ (Jemimah Rodrigues) અને અરુંધતી રેડ્ડીએ ગુરુવારે ક્રિસમસ ઉજવી હતી. તેમની આ તસવીરને લગતા એક અહેવાલમાં `હોમ અવે ફ્રૉમ હોમ’ એવું લખવામાં આવ્યું હતું. ભારતીય મહિલા ટીમ એક મહિના પહેલાં વન-ડેમાં પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન બની હતી.

ભારતીય મહિલા ટીમ હાલમાં તિરુવનંતપુરમના પ્રવાસે છે જ્યાં શુક્રવારે ભારતની શ્રીલંકા સામે ત્રીજી ટી-20 છે. ભારતે પાંચ મૅચની શ્રેણીમાં 2-0થી આગળ છે.

ભારતે સિરીઝની પ્રથમ ટી-20 આઠ વિકેટે અને બીજી મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. હવે શુક્રવારની ત્રીજી મૅચ પણ જીતીને ભારતીય ટીમ 3-0થી વિજયી સરસાઈ મેળવી શકશે.

સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ભારતીય ટીમની વાઇસ-કૅપ્ટન છે, જ્યારે જેમિમા ટીમની મહત્ત્વની બૅટર્સમાં ગણાય છે. અરુંધતી રેડ્ડી પેસ બોલર છે.

સ્મૃતિએ તાજેતરમાં જ સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ સાથે બ્રેક-અપ કર્યું હતું. સ્મૃતિ એ આઘાતમાંથી બહાર આવીને ફરી રમવા લાગી છે. જોકે શ્રેણીની પહેલી બન્ને મૅચમાં તેનો પર્ફોર્મન્સ (પચીસ રન અને 14 રન) જોઈએ એટલો સારો નથી રહ્યો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button