મહિલા વર્લ્ડ કપમાં બુધવારે ટોચની બે ટીમ વચ્ચે ટક્કર

ઇન્દોરઃ મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં બુધવારે (બપોરે 3.00 વાગ્યાથી) ટોચની બે ટીમ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટક્કર છે. બેઉ ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ લીગ પૉઇન્ટ્સ ટેબલમાં સર્વોચ્ચ સ્થાને રહેવા તેમની વચ્ચે હરીફાઈ છે.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર વન ઑસ્ટ્રેલિયા (Australia) તેમ જ બીજા નંબરની ટીમ ઇંગ્લૅન્ડ (England)ના આ સ્પર્ધામાં પાંચ-પાંચ મૅચ બાદ એકસરખા નવ-નવ પૉઇન્ટ છે.
આ પણ વાંચો : મહિલા વર્લ્ડ કપ: સેમિ ફાઇનલના છેલ્લા સ્થાન માટે ભારત સહિત પાંચ દાવેદાર
સાઉથ આફ્રિકાની ટીમ પણ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે સોમવારે શ્રીલંકા સામેના પરાજયને પગલે બાંગ્લાદેશની ટીમ સેમિ ફાઇનલની રેસની બહાર થનારી પ્રથમ ટીમ બની હતી.
ભારત પૉઇન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે, પરંતુ ગુરુવારે ભારતે ન્યૂ ઝીલૅન્ડને અને રવિવારે બાંગ્લાદેશને હરાવવું ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો : ICC મહિલા વર્લ્ડ કપ 2025: ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં, ભારતની રસ્તો મુશ્કેલ
દરમ્યાન મંગળવારે કોલંબોમાં ફરી વરસાદ વિલન બન્યો હતો. સાઉથ આફ્રિકાએ નિર્ધારિત 40 ઓવરમાં નવ વિકેટે 312 રન કર્યા ત્યાર બાદ પાકિસ્તાનનો સ્કોર ચાર વિકેટે 35 રન હતો ત્યારે વરસાદને લીધે મૅચ અટકી ગઈ હતી.