મહિલાઓનો ટી-20 અન્ડર-19 વર્લ્ડ કપ આવી ગયો…
ક્વાલાલમ્પુરઃ મલેશિયામાં શનિવાર, 18મી જાન્યુઆરીએ મહિલાઓનો ટી-20 અન્ડર-19 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેમાં ભારત સતત બીજા વિજેતાપદ માટે ફેવરિટ છે.
આ ટૂર્નામેન્ટમાં 16 દેશની ટીમ ભાગ લઈ રહી છે. સ્પર્ધાની સૌપ્રથમ મૅચ (સવારે 8.00 વાગ્યાથી) ઑસ્ટ્રેલિયા અને સ્કૉટલૅન્ડ વચ્ચે રમાશે.
આ પણ વાંચો : મનુ ભાકર – ડી ગુકેશ સહિત ચાર રમતવીરને ખેલ રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા
ભારતની પ્રથમ મૅચ (બપોરે 12.00 વાગ્યાથી) રવિવારે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાશે.
ભારતના ગ્રૂપમાં મલેશિયા અને શ્રીલંકાનો પણ સમાવેશ છે.
2023ના પ્રથમ ટી-20 જુનિયર વર્લ્ડ કપમાં શેફાલી વર્માના સુકાનમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું.
નિક્કી પ્રસાદ ભારતીય ટીમની કૅપ્ટન છે, જ્યારે સનિકા ચળકે વાઇસ-કૅપ્ટન છે.
ભારતની અન્ય ખેલાડીઓમાં ગૉન્ગાડી ત્રિશા, શબનમ શકીલ, સોનમ યાદવ, ભાવિકા આહિરે, આયુશી શુક્લા, ઇશ્વરી અવસારે, વી. જે. જોશિતા, જી. કમલિની, દ્રિતી કેસરી, મિથિલા વિનોદ, આનંદિતા કિશોર, પારુણિકા સિસોદિયા, વૈષ્ણવી શર્માનો સમાવેશ છે.