આજથી રોમાંચક WPL નો પ્રારંભ: ગૂગલે મહિલા ક્રિકેટર્સને આ રીતે ચિયર અપ કરી

મુંબઈ: ભારતમાં દુનિયાના સૌથી વધુ ક્રિકેટ ચાહકો છે. ક્રિકેટ ચાહકો ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યાર બાદ શરુ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ બંને ટુર્નામેન્ટમાં રોમાંચક મેચ જોવા મળે તેવી દર્શકોને આશા છે. એ પહેલા એટલી જ રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટની આજથી શરૂઆત થવાની છે. આજથી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2025ની શરૂઆત થવા થઇ રહી છે. આ ટુર્નામેન્ટ આજે 14 ફેબ્રુઆરીથી શરુ થશે 15 માર્ચ સુધી ચાલશે.
આજે WPL 2025 નો પહેલો મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત જાયન્ટ્સ (GT)ની ટીમ વચ્ચે વડોદરાના કોટંબી સ્ટેડીયમમાં રમાશે. RCB એ ગયા સિઝનમાં નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ (DC) ને હરાવી હતી અને ખિતાબ જીત્યો હતો.
ગુગલે બનાવ્યું WPLનું Doodle:
ગુગલે આજે WPL 2025ને વધાવવા ખાસ ડૂડલ રજૂ કર્યું છે. ક્રિકેટ-થીમ આધારિત ડૂડલમાં બે એનિમેટેડ પક્ષીઓ બેટ, બોલ અને સ્ટમ્પ સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે, આ ડૂડલ પર ક્લિક કરતાની સાથે જ WPL 2025ને સંબંધિત સંપૂર્ણ માહિતી મળી રહે છે.

ચાર શહેરોમાં રમાશે મેચ:
પહેલી વાર, આ ટુર્નામેન્ટ ચાર અલગ અલગ સ્થળોએ યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટના મેચ લખનના શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ, વડોદરાના કોટંબી સ્ટેડીયમ, બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાશે.
પ્રથમ તબક્કામાં છ મેચનું આયોજન વડોદરામાં થશે, ત્યારબાદ બીજા તબક્કાની આઠ મેચ યોજાશે. લખનઉમાં ત્રીજા તબક્કાના ચાર મેચનું આયોજન થશે, ત્યારબાદ ચાર મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
આ યુવા ખેલાડીઓ પર સૌની નજર:
મલેશિયામાં T-20 વર્લ્ડ કપ જીતીને આવેલી ભારતની અંડર-19 ટીમની ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. નિક્કી પ્રસાદ (દિલ્હી કેપિટલ્સ), પરુણિકા સિસોદિયા (મુંબઈ ઈન્ડિયન્સ), શબનમ શકીલ (ગુજરાત જાયન્ટ્સ), વીજે જોશીથા (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) અને જી કમલિની (મુંબઈ ઈન્ડિયન્સ) WPLમાં જોવા મળશે. સોફી ડિવાઇન, કેટ ક્રોસ, સોફી મોલિનેક્સ, પૂજા વસ્ત્રાકર, આશા શોભના અને એલિસા હીલી જેવી દિગ્ગજ ખેલાડીઓ WPL 2025 નો ભાગ નહીં હોય.
Also read: WPL: ગુજરાત જાયન્ટ્સ લીધો મોટો ફેંસલો, T20 વર્લ્ડકપ વિજેતા પ્લેયરને એક ઝટકામાં કરી બહાર
WPL 2025 મેચ ક્યારે અને ક્યાં જોઈ શકાશે?
WPL 2025 ની બધી મેચો ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. WPL 2025 મેચોના લાઈવ બ્રોડકાસ્ટના રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર (હવે Jiohoststar) પર થશે.
WPL 2025 માટે પાંચેય ટીમો અને ખેલાડીઓનું લીસ્ટ:
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): સ્મૃતિ મંધાના (કેપ્ટન), સબ્બીનેની મેઘના, એલિસ પેરી, રિચા ઘોષ, જ્યોર્જિયા વેરહેમ, શ્રેયંકા પાટિલ, રેણુકા સિંહ, એકતા બિષ્ટ, કનિકા આહુજા, ડેની વ્યાટ-હોજ, હીથર ગ્રેહામ, કિમ ગાર્થ, ચાર્લી ડીન, પ્રેમા રાવત, જોશીતા વીજે, જગરાવી પવાર, રાઘવી બિષ્ટ. સબસ્ટિટ્યુટ: હીથર ગ્રેહામ, કિમ ગાર્થ, ચાર્લી ડીન, નુઝહત પરવીન
મુંબઈ ઈન્ડિયન્સ (MI):
અમનજોત કૌર, અમેલિયા કેર, ક્લો ટ્રાયોન, હરમનપ્રીત કૌર (કેપ્ટન), હેલી મેથ્યુસ, જિન્તિમાની કાલિતા, નેટ સાયવર-બ્રન્ટ, સૈકા ઇશાક, યાસ્તિકા ભાટિયા, શબનીમ ઇસ્માઇલ, એસ સજના, અમનદીપ કૌર, કીર્તન બાલકૃષ્ણન, જી કમલિની, નાદીન ડી ક્લાર્ક, સંસ્કૃતિ ગુપ્તા, અક્ષિતા મહેશ્વરી
સબસ્ટિટ્યુટ: પરુણિકા સિસોદિયા
દિલ્હી કેપિટલ્સ(DC):
એલિસ કેપ્સી, અરુંધતી રેડ્ડી, જેમીમા રોડ્રિગ્સ, જેસ જોનાસેન, મેરિઝાન કેપ, મેગ લેનિંગ (કેપ્ટન), મિન્નુ મણિ, રાધા યાદવ, શેફાલી વર્મા, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, તાનિયા ભાટિયા, તિતસ સાધુ, એનાબેલ સધરલેન્ડ, એન ચારાની, નંદિની કશ્યપ, સારાહ બ્રાયસ, નિકી પ્રસાદ.
યુપી વોરિયર્સ(UW):
ચિનેલ હેનરી, અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા (કેપ્ટન), ગ્રેસ હેરિસ, કિરણ નવગિરે, ચમારી અટાપટ્ટુ, રાજેશ્વરી ગાયકવાડ, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, તાહલિયા મેકગ્રા, વૃંદા દિનેશ, પૂનમ ખેમનાર, સાયમા ઠાકોર, ગૌહર સુલતાના, ક્રાંતિ ગૌર, આરુષિ ગોયલ, અલાના કિંગ
સબસ્ટિટ્યુટ: ચિનેલ હેનરી
ગુજરાત જાયન્ટ્સ (GT):
એશ્લે ગાર્ડનર (કેપ્ટન), બેથ મૂની, દયાલન હેમલાથા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડ, શબનમ શકીલ, તનુજા કંવર, ફોબી લિચફિલ્ડ, મેઘના સિંહ, કાશ્વી ગૌતમ, પ્રિયા મિશ્રા, મન્નત કશ્યપ, સયાલી સથગરે, સિમરન શેખ, ડિએન્ડ્રા ડોટિન, પ્રકાશિકા નાઈક, ડેનિયલ ગિબ્સન