સ્પોર્ટસ

વિમેન્સ પ્રીમિયર લીગ આરસીબીએ ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું, મેળવી સતત બીજી જીત

બેંગલૂરુ: ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગમાં સતત બીજી જીત હાંસલ કરી હતી. આરસીબીએ ટૂર્નામેન્ટની પાંચમી મેચમાં ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. આરસીબીએ તેમની પ્રથમ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. બીજી તરફ ગુજરાતને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા તેને મુંબઈ ઈન્ડિયન્સે હરાવ્યું હતું.

બેંગલૂરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતની ટીમે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૦૭ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં આરસીબીએ ૧૨.૩ ઓવરમાં બે વિકેટે ૧૧૦ રન કરીને મેચ જીતી લીધી હતી.

આરસીબી તરફથી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ ૪૩ રન કર્યા હતા. સબીનેની મેઘના ૨૮ બોલમાં ૩૬ રન કરીને અણનમ રહી હતી. તેણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. એલિસ પેરીએ ૧૪ બોલમાં અણનમ ૨૩ રન કર્યા હતા. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. સોફી ડિવાઈન છ રન કરીને આઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી એશ્લે ગાર્ડનર અને તનુજા કંવરને એક-એક સફળતા મળી હતી. ગુજરાત તરફથી દયાલન હેમલતાએ સૌથી વધુ અણનમ ૩૧ રન કર્યા હતા. હરલીન દેઓલે ૨૨ અને સ્નેહ રાણાએ ૧૨ રન ફટકાર્યા હતા. આ ત્રણ સિવાય અન્ય કોઈ ખેલાડી ડબલ ફિગરને પાર કરી શક્યો નહોતો. વેદા કૃષ્ણમૂર્તિ નવ રન, કેપ્ટન બેથ મૂની આઠ રન, એશ્લે ગાર્ડનરે સાત રન, ફોબી લિચફિલ્ડે પાંચ રન અને કેથરીન બ્રાયર્સ ત્રણ રન કરીને આઉટ થયા હતા. આરસીબી તરફથી સોફી મોલિનેક્સે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. રેણુકા સિંહ ઠાકુરને બે સફળતા મળી હતી. જ્યોર્જિયા વેરહેમે એક વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…