મહિલા પ્રીમિયર લીગના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાતઃ 22 મેચ રમાશે
મુંબઇઃ મહિલા પ્રીમિયર લીગ 2024ના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓપનિંગ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. પહેલી મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે, જ્યારે ફાઈનલ 17 માર્ચે દિલ્હીમાં રમાશે.
આ વર્ષે વિમેન્સ પ્રીમિયર લીગમાં કુલ 22 મેચો રમાશે અને ટોચની ટીમ સીધી ફાઇનલમાં જશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો એલિમિનેટરમાં ટકરાશે. ફાઈનલ મેચ 17 માર્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. તમામ મેચો સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. એલિમિનેટર 15 માર્ચે રમાશે.
ગત સીઝનની જેમ ડબલ્યુપીએલમાં પણ હોમ-અવે ફોર્મેટ હશે નહીં. જોકે, આગામી સીઝનમાં ટુર્નામેન્ટ બે શહેરો દિલ્હી અને બેંગલુરુમાં રમાશે. ગત સીઝનની જેમ આ સીઝનમાં પણ હોમ-અવે ફોર્મેટ હશે નહીં. જોકે, આગામી સીઝનમાં ટુર્નામેન્ટ બે શહેર દિલ્હી અને બેંગલુરુમાં રમાશે.
ગયા વર્ષે મહિલા પ્રીમિયર લીગનું ટાઇટલ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવીને જીત્યું હતું. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગ 345 રન કરીને ટુર્નામેન્ટની ટોપ સ્કોરર રહી હતી, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની હેલી મેથ્યુઝે 10 મેચમાં 16 વિકેટ ઝડપીને પર્પલ કેપ જીતી હતી.