સ્પોર્ટસ

યુપીની ટીમને કેમેય કરીને દીપ્તિ શર્મા પાછી જોઈતી હતી અને મેળવી જ લીધી

નવી દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની 2026ની સીઝન માટેના પ્લેયર્સ ઑક્શનમાં ગુરુવારે દિલ્હીમાં યુપી વૉરિયર્ઝ ટીમના ફ્રૅન્ચાઇઝીએ ભારતની ટોચની ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (DEEPTI SHARMA)ને ગમે એમ કરીને પાછી મેળવવાનું નક્કી કર્યું હતું અને તેને જે કિંમતે પાછી મેળવવાની યોજના વિચારી રાખી હતી એની આસપાસના ભાવે તેને મેળવી લીધી હતી.

દીપ્તિને યુપી વૉરિયર્ઝે 50 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 3.20 કરોડ રૂપિયામાં મેળવી હતી. ઑક્શન માટે આ જ ટીમના માલિકોએ તેને રીલીઝ કરી હતી અને તેને રાઇટ ટૂ મૅચ (આરટીએમ)ની સગવડ સાથે 3.20 કરોડ રૂપિયામાં પાછી મેળવી હતી. ગઈ સીઝનમાં તેને 2.00 કરોડ-પ્લસમાં મેળવી હતી. દીપ્તિ હવે ડબ્લ્યૂપીએલમાં 2024ની સાલમાં ટાઇટલ જીતનાર રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ વિમેન ટીમની ચૅમ્પિયન કૅપ્ટન સ્મૃતિ મંધાના (3.40 કરોડ રૂપિયા)થી માત્ર 20 લાખ રૂપિયા દૂર છે. સ્મૃતિ ડબ્લ્યૂપીએલની સૌથી મોંઘી ભારતીય ખેલાડી છે.

ગુરુવારના ઑક્શનમાં અનસૉલ્ડ રહેલી કેટલીક ખેલાડીઓની યાદી આ મુજબ છેઃ અલીઝા હિલી, ઇસ્સી વૉન્ગ, સાયલી સતઘરે, વૈષ્ણવી શર્મા, અશ્વાની કુમાર, સાઇમા ઠાકોર, આયુષી શુક્લા, પ્રગતિ સિંહ, હીધર નાઇટ, તેજલ હસબનીસ, શુચી ઉપાધ્યાય, લી તાહુહુ, ભારતી રાવલ, શબનમ શકીલ, અમનદીપ કૌર, ખુશી ભાટિયા, ડી. વૃંદા, અલાના કિંગ, ઉમા ચેટ્રી, તૅઝમિન બ્રિટ્સ, એસ. મેઘના, ઍમી જોન્સ.

વિમેન્સ પ્રીમિયર લીગના મેગા ઑક્શનની સૌથી મોંઘી ખેલાડીઓ

ક્રમખેલાડીટીમમૂળ કિંમતકેટલામાં મેળવી
1દીપ્તિ શર્માયુપી વૉરિયર્ઝ50 લાખ રૂપિયા3.20 કરોડ રૂપિયા
2ઍમેલી કેરમુંબઈ ઇન્ડિયન્સ50 લાખ રૂપિયા3.00 કરોડ રૂપિયા
3શિખા પાન્ડેયુપી વૉરિયર્ઝ40 લાખ રૂપિયા2.40 કરોડ રૂપિયા
4સૉફી ડિવાઇનગુજરાત જાયન્ટ્સ50 લાખ રૂપિયા2.00 કરોડ રૂપિયા
5મેગ લેનિંગયુપી વૉરિયર્ઝ50 લાખ રૂપિયા1.90 કરોડ રૂપિયા
6શ્રી ચરનીદિલ્હી કૅપિટલ્સ30 લાખ રૂપિયા1.30 કરોડ રૂપિયા
7શિનેલ હેન્રીદિલ્હી કૅપિટલ્સ30 લાખ રૂપિયા1.30 કરોડ રૂપિયા
8ફૉબે લિચફીલ્ડયુપી વૉરિયર્ઝ50 લાખ રૂપિયા1.20 કરોડ રૂપિયા
9લૉરા વૉલ્વાર્ટદિલ્હી કૅપિટલ્સ30 લાખ રૂપિયા1.10 કરોડ રૂપિયા
10આશા શોભનાયુપી વૉરિયર્ઝ30 લાખ રૂપિયા1.10 કરોડ રૂપિયા
11જ્યોર્જિયા વૅરહમગુજરાત જાયન્ટ્સ50 લાખ રૂપિયા1.00 કરોડ રૂપિયા
12લૉરેન બેલઆરસીબી50 લાખ રૂપિયા85 લાખ રૂપિયા
13સૉફી એકલ્સ્ટનયુપી વૉરિયર્ઝ50 લાખ રૂપિયા85 લાખ રૂપિયા
14પૂજા વસ્ત્રાકરઆરસીબી50 લાખ રૂપિયા85 લાખ રૂપિયા
15ડીઍન્ડ્રા ડૉટિનયુપી વૉરિયર્ઝ50 લાખ રૂપિયા80 લાખ રૂપિયા
16સજીવન સજનામુંબઈ ઇન્ડિયન્સ30 લાખ રૂપિયા75 લાખ રૂપિયા
17ગે્રસ હૅરિસઆરસીબી30 લાખ રૂપિયા75 લાખ રૂપિયા
18અરુંધતી રેડ્ડીઆરસીબી30 લાખ રૂપિયા75 લાખ રૂપિયા
19ભારતીફુલમાલીગુજરાત જાયન્ટ્સ30 લાખ રૂપિયા70 લાખ રૂપિયા
20રાધા યાદવઆરસીબી30 લાખ રૂપિયા65 લાખ રૂપિયા
21રેણુકા ઠાકુરગુજરાત જાયન્ટ્સ40 લાખ રૂપિયા60 લાખ રૂપિયા
22જ્યોર્જિયા વૉલઆરસીબી40 લાખ રૂપિયા60 લાખ રૂપિયા
23ક્રાંતિ ગૌડયુપી વૉરિયર્ઝ50 લાખ રૂપિયા50 લાખ રૂપિયા
24પ્રતીકા રાવલયુપી વૉરિયર્ઝ50 લાખ રૂપિયા50 લાખ રૂપિયા
25સ્નેહ રાણાદિલ્હી કૅપિટલ્સ30 લાખ રૂપિયા50 લાખ રૂપિયા

આ પણ વાંચો….દીપ્તિ શર્મા સૌથી મોંઘીઃ યુપીએ 3.20 કરોડ રૂપિયામાં મેળવી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button