વુમન્સ ટીમે માત્ર વર્લ્ડ કપ નહીં, ક્રિકેટરોના દિલ જીત્યાઃ આટલા લોકોએ ટીવી પર મેચ જોઈ

એક સમયે મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ ક્યારે શરૂ થતી અને ક્યારે પૂરી થતી તે લોકોને ખબર પડતી ન હતી. ક્રિકેટ રસિયાઓ પણ મહિલા ક્રિકેટમાં રસ ન લેતા. ભારતમાં ક્રિકેટનો જુવાળ ખૂબ જ હોવા છતાં મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીના નામ પણ લોકોને ખબર ન હતા. આપણી ટીમ બે વાર ફાયનલમાં રમી ચૂકી હતી, પણ જે જુવાળ આ ટૂર્નામેન્ટમા દેખાયો તે અગાઉ ન હતો દેખાયો.
આટલા લોકો ચોંટી રહ્યા ટીવી,મોબાઈલ પર
વુમન્સ ટીમ રવિવારે સાઉથ આફ્રિકા સામે ટકરઈ હતી અને રસાકસી ભરેલી મેચમાં ભારતીય ટીમે 52 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. દેશની દીકરીઓની આ સિદ્ધિ લોકોએ કરોડોની સંખ્યામાં ટીવી પર માણી.
આ મેચ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ હતી. વરસાદને લીધે મેચ થોડી મોડી શરૂ થઈ. સાંજે પાંચેક વાગ્યા આસપાસ લગભગ 8 કરોડ લોકો મોબાઈલ, લેપટોપ, ટીવી સામે બેઠા હતા અને મેચ જોઈઊ રહ્યા હતા.
જેમ જેમ મેચ રોમાંચક થવા લાગી તેમ તેમ લોકો વધારે જોડાયા. બીજી ઈનિંગ શરૂ થયા બાદ 20 કરોડ કરતા વધારે વ્યુઅર્સ મેચ જોઈ રહ્યા હતા અને એક અહેવાલ પ્રમાણે દક્ષિણ આફ્રિકાની છેલ્લી વિકેટ પડી ત્યારે 32 કરોડ લોકો મેચ જોઈ રહ્યા હતા. જોકે આ સત્તાવાર આંકડા નથી. વિવિધ સાધનોની મદદથી લેવાયેલો એક અંદાજ છે.
આ આંકડો ટેબ્લેટ, મોબાઈલ, લેપટોપ અને સ્માર્ટ ટીવીનો છે, બાકીના ટીવી પર દેખાતો આંકડો હજુ વધારે હોઈ શકે, તેમ અહેવાલ જણાવે છે. મેચ જીત્યા બાદ મોટાભાગના શહેરોમાં લોકો રસ્તા પર ઝંડા લઈ નીકળી પડ્યા હતા.
ફટાકડા ફોડ્યા હતા અને ટીવી ઈન્ડિયાને વધામણા આપ્યા હતા. આવો માહોલ ભારત મેન્સ ટીમ જ્યારે મોટી સિદ્ધિ મેળવે ત્યારે જ જોવા મળે છે, પરંતુ આ વખતે વિમેન્સ ટીમે પણ લોકોનો આટલો બધો ઉત્સાહ જગાવ્યો હતો. લોકોને તેમના ઉત્સાહ બદલ ટીમે વર્લ્ડ કપની ગિફ્ટ આપી છે ત્યારે હવે મહિલા ક્રિકેટ પણ આકર્ષણ જમાવી રહ્યું છે.



