Women’s Asian Champions Trophy: હોકીમાં ભારતે મલેશિયાને 4-0થી હરાવ્યું
રાજગીર (બિહાર): ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે સોમવારે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હૉકી ટૂર્નામેન્ટ (Women’s Asian Champions Trophy)ની પ્રથમ મેચમાં મલેશિયાને 4-0થી હરાવ્યું હતું. ભારત તરફથી સંગીતા કુમારીએ આઠમી અને 55મી મિનિટમાં, પ્રીતિ દુબેએ 43મી અને ઉદિતાએ 44મી મિનિટે ગોલ કર્યા હતા.
ભારતે મંગળવારે દક્ષિણ કોરિયા સામે રમવાનું છે. અન્ય મેચોમાં જાપાન અને કોરિયા વચ્ચેની મેચ 2-2થી ડ્રો રહી હતી, જ્યારે ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીને થાઈલેન્ડને 15-0થી હરાવ્યું હતું.
ત્રણેય ક્વાર્ટરમાં ભારતે કર્યાં ગોલ
બિહારના રાજગીરમાં રમાયેલી મેચમાં બીજા ક્વાર્ટર સિવાય ભારતે ત્રણેય ક્વાર્ટરમાં ગોલ કર્યા હતા. ભારતે પ્રથમ ક્વાર્ટરમાં એક ગોલ કર્યો હતો. આ પછી તેણે ત્રીજા ક્વાર્ટરમાં 2 અને ચોથા ક્વાર્ટરમાં એક ગોલ કર્યો હતો.
સંગીતા, પ્રીતિ અને ઉદિતાએ કર્યાં ગોલ
ભારત તરફથી સંગીતા કુમારીએ 2 ગોલ કર્યા હતા જ્યારે પ્રીતિ દુબે અને ઉદિતાએ 1-1 ગોલ કર્યો હતો. જો કે, મલેશિયા સામે ભારતીય ટીમ વધુ ગોલ કરી શકી હોત પરંતુ અન્ય ખેલાડીઓ પેનલ્ટી કોર્નરને ગોલમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સમગ્ર મેચ દરમિયાન ભારતને 13 પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ તેના ખેલાડીઓ માત્ર 3ને જ ગોલમાં ફેરવી શક્યા.
આ પણ વાંચો : Women’s Asian Champions Trophy Hockey: ભારતીય હૉકી ટીમની જાહેરાત, સલીમા ટેટે બની કેપ્ટન
પેનલ્ટી કોર્નરમાં ગોલ કરવામાં નિષ્ફળ
મલેશિયાને પહેલા ક્વાર્ટરમાં પેનલ્ટી કોર્નર મળ્યો હતો. તેમને ત્રીજા ક્વાર્ટરમાં પેનલ્ટી કોર્નર પણ મળ્યો, પરંતુ બંન્નેમાં ટીમ તેને ગોલમાં ફેરવવામાં નિષ્ફળ રહી હતી. પહેલા ક્વાર્ટરમાં રેફરીએ મલેશિયાની યુસૈની નૂરને ગ્રીન કાર્ડ બતાવ્યું હતું.