મહિલા કુસ્તીબાજો વિનેશ, રીતિકા અને અંશુએ સપાટો બોલાવ્યો અને…
બિશ્કેક (કીર્ગિઝસ્તાન): ભારતની ત્રણ મહિલા કુસ્તીબાજોે વિનેશ ફોગાટ (50 કિલો કૅટેગરી), રીતિકા (76 કિલો) અને અંશુ મલિક (57 કિલો) આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થઈ ગઈ છે.
ભારતીય રેસલિંગ ફેડરેશનના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ સામેના જાતીય શોષણને લગતા આક્ષેપોના સંદર્ભમાં ભારતમાં જે આંદોલન થયું હતું એમાં વિનેશે આગળ પડતી ભૂમિકા ભજવી હતી. એ આંદોલન બાદ તેણે કુસ્તીની તૈયારીઓ શરૂ કરી અને ક્વૉલિફિકેશન માટેની હરીફાઈની સેમિ ફાઇનલમાં કઝાખની 19 વર્ષીય લૉરા ગૅનિક્ઝીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સ્પર્ધામાં સેમિ ફાઇનલમાં પહોંચનારને ઑલિમ્પિક્સ માટેનું ક્વૉલિફિકેશન મળવાનું હતું જે વિનેશને મળી ગયું.
અન્ડર-23ની વર્લ્ડ ચૅમ્પિયન રીતિકા અને અંશુ મલિક પણ ફાઇનલમાં પહોંચતાં ઑલિમ્પિક્સ માટેનો ક્વોટા મેળવી લીધો હતો.
ભારતની એકમાત્ર રેસલર નિશા દહિયા સેમિ ફાઇનલમાં ન પહોંચી શકી એટલે ક્વૉલિફાય નથી થઈ શકી.