સ્પોર્ટસ

ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ પસંદ કરી: જાણો, કઈ ઇલેવનમાં કોણ-કોણ છે…

દુબઈ: ટી-20 વર્લ્ડ કપમાં અહીં દુબઈમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડની કૅપ્ટન સૉફી ડિવાઇને ટૉસ જીત્યા બાદ બૅટિંગ પસંદ કરી હતી.

દુબઈની આ જ પિચ પર બપોરે વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થયેલી મૅચમાં સાઉથ આફ્રિકાએ 13 બૉલ બાકી રાખીને 10 વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. ડિવાઇને કહ્યું, ‘આ પિચમાં ખાસ કંઈ ફેરફાર થયો હોવાનું લાગતું ન હોવાથી મેં બૅટિંગ પસંદ કરીને ફટકાબાજીથી તોતિંગ સ્કોર નોંધાવવાનું નક્કી કર્યું.’

ન્યૂ ઝીલૅન્ડે ખુદ ડિવાઇન સહિત ત્રણ સ્પેશિયલિસ્ટ પેસ બોલરને ઇલેવનમાં સમાવી છે.

ભારતીય સુકાની હરમનપ્રીત કૌરને ટૉસ હારી જવા બદલ કોઈ જ અફસોસ નહોતો. તેણે કહ્યું, ‘સાંજ પડશે એમ વાતાવરણ ઠંડુ થતું જશે. અમારી ખેલાડીઓ નિર્ભય છે અને આક્રમક અભિગમ અપનાવીને રમવામાં માને છે. અમારા ટીમ ખૂબ સંતુલિત છે. અમે પૂરી ક્ષમતા સાથે, પણ ગેમ એન્જૉય કરતા-કરતા રમીશું.’

ભારત બન્ને વૉર્મ-અપ મૅચ જીત્યું હતું અને ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે.

ભારત ક્યારેય મહિલાઓનો વર્લ્ડ કપ નથી જીત્યું, પરંતુ છેલ્લા ચાર ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ છેલ્લા ચાર સ્થાનમાં પહોંચી હતી.

બન્ને દેશની ટીમ:

ભારત: હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટીલ, આશા શોભના અને રેણુકા સિંહ ઠાકુર.

ન્યૂ ઝીલૅન્ડ: સૉફી ડિવાઇન (કૅપ્ટન), સુઝી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, ઍમેલી કેર, બ્રૂક હૉલ્લિડે, મૅડી ગ્રીન, ઇસાબેલ ગેઝ (વિકેટકીપર), જેસ કેર, રૉઝમેરી મેઇર, લીઆ તાહુહુ અને એડન કાર્સન.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત