શું ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ છૂટાછેડા પછી ધનશ્રી વર્માને 60 કરોડ રૂપિયા alimony આપશે?

ધનશ્રી વર્મા અને ભારતના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના લગ્ન ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. એક સમય હતો જ્યારે સોશિયલ મીડિયા પર આ લવલી કપલની સુંદર તસવીરો જાવા મળતી હતી, પણ પછી… શું થયું અને એવા સમાચાર આવવા લાગ્યા કે આ કપલ ડિવોર્સ લેવાનું છે. આ સમાચાર ફેલાયા બાદ લોકો ધનશ્રીની ટીકા કરવા માંડ્યા હતા અને યુવેન્દ્ર ચહલ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા હતા. જોકે, બંનેમાંથી કોઇએ હજી સુધી તેમના અલગ થવાની જાહેરાત કરી નથી કે તેનો ઇનકાર પણ કર્યો નથી. દરમિયાન યુઝવેન્દ્ર ઘણી વાર સોશિયલ મીડિયા પર ક્રિપ્ટીક પોસ્ટ કરીને તેના દિલની હાલત બયાં કરી દેતો હોય છે. હમણાં પણ તેણે એવું જ કંઇક કર્યું છે.
તાજેતરમાં ચહલે પોતાની ક્રિપ્ટીક પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું મારા બધા ચાહકોના અતૂટપ્રેમ અને સમર્થન માટે આભારી છું. તેમના વિના હું આટલો આગળ વધી શક્યો ના હોત. ‘ જોકે, આ પોસ્ટમા ચહલે ધનશ્રીનું નામ તો નથી લીધું, પમ એમ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર કેટલીક એવી પોસ્ટ ફેલાઇ રહી છે જે સાચી નથી. જોકે, તેની ક્રિપ્ટીક પોસ્ટ બાદ એવા સમાચાર આવ્યા છે કે ચહલ ડિવોર્સ માટે 60 કરોડ રૂપિયા ચૂકવી રહ્યો છે.
આ પણ વાંચો…હરમનપ્રીત કૌર ટી-20માં આટલા રન પૂરા કરનારી સ્મૃતિ પછીની બીજી ભારતીય ખેલાડી બની
એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ યુઝવેન્દ્ર ચહલ તેના ડિવોર્સ બાદ ધનશ્રી વર્માને ભરણપોષણ પેટે 60 કરોડ રૂપિયા ચૂકવશે. જોકે, આ બાબતે કપલમાંથી કોઇએ સ્પષ્ટતા કરી નથી. યુઝવેન્દ્રએ તેની પોસ્ટમાં ડિવોર્સની અટકળોનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છએ કે દેશ માટે હજી ઘણી ઓવર રમવાની બાકી છએ. તેણે પોતાને ગૌરવશાળી ભાઇ, પુત્ર અને મિત્ર ગણાવ્યો હતો, પણ પોતાનો પતિ તરીકે ઉલ્લેખ કર્યો નહોતો. પોસ્ટમાં તેમણે ધનશ્રીનું નામ પણ નથી લીધું. એમણે લખ્યું હતું કે, ‘એક પુત્ર,ભાઇ અને મિત્ર તરીકે હું દરેકને નમ્ર વિનંતી કરું છું કે તેઓ અટકળો ના કરે, કારણ કે તેનાથી મારા અને મારા પરિવારને ઘણું દુઃખ થાય છે.’