સ્પોર્ટસ

ટેસ્ટ ક્રિકેટ 4 દિવસની થશે? WTCમાં મોટા ફેરફારના સંકેત!

નવી દિલ્હી : ક્રિકેટની રમતમાં હવે એક નવો બદલાવ આવવા જઇ રહ્યો છે. જેમાં વન ડે ક્રિકેટમાં 50 ઓવરના બદલે 20 ઓવરની ટી-20 મેચની ફોર્મેટ ફેન્સને પસંદ આવી રહી છે. ત્યારે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ બદલાવના સંકેત મળી રહ્યા છે. જેમાં આવનારા દિવસોમાં ટેસ્ટ મેચ પાંચ દિવસના બદલે ઓછા દિવસની હોય શકે છે. જોકે, આ તમામ ટીમોને અસર નહિ કરે પરંતુ ટેસ્ટ ક્રિકેટને ફેન્સના લોકપ્રિય બનાવવાનો પ્રયાસ છે. આ અંગે આઈસીસી ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લઈ શકે છે.

પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવશે

આ અંગે મીડિયા અહેવાલ મુજબ સૌ પ્રથમ પ્રાયોગિક ધોરણે નાના દેશો માટે ચાર દિવસની ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવી શકે છે. જેના લીધે નાના દેશો સતત ટેસ્ટ ક્રિકેટ મેચ રમી શકે. જ્યારે હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન આઇસીસી પ્રમુખ જય શાહ ચાર દિવસની ટેસ્ટ મેચ માટે સંમત થયા હોવાની માહિતી છે.

મેચના દિવસો ઘટાડીને ચાર દિવસ કરવામાં આવશે

આ ઉપરાંત મળતી માહિતી મુજબ ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો વચ્ચેની કોઈપણ ટેસ્ટ શ્રેણી પાંચ દિવસની હશે. પરંતુ જ્યારે આ ટીમો નાના દેશો સામે રમશે ત્યારે મેચના દિવસો ઘટાડીને ચાર દિવસ કરવામાં આવશે. આઇસીસીએ એ વર્ષ 2017 માં જ ચાર દિવસની ટેસ્ટને મંજૂરી આપી હતી. પરંતુ આ મેચો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નહોતી.

ચાર દિવસની ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ બની શકે

જ્યારે તાજેતરમાં ઇંગ્લેન્ડે ઝિમ્બાબ્વે સામે ચાર દિવસની ટેસ્ટ મેચ રમી હતી. પરંતુ તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચ નહોતી. એટલે કે આ મેચની જીત કે હારનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર કોઈ પ્રભાવ પડવાનો નહોતો. પરંતુ હવે શક્ય છે કે આ ચાર દિવસની મેચો પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ બની શકે છે. જો આવું થાય તો તે એક મોટો ફેરફાર હશે.

આ પણ વાંચો -‏‏‎ વોશિંગ્ટન સુંદર મારી પ્રેરણા: સાંઈ સુદર્શનનો ટેસ્ટ ડેબ્યૂ પહેલા મોટો ખુલાસો

ચાર દિવસની ટેસ્ટમાં 98 ઓવર રમવાની રહેશે

તેમજ જો આ ફેરફાર થાય તો ચાર દિવસની ટેસ્ટમાં એક દિવસમાં 98 ઓવર હશે. આ કવાયત સમય બચાવવા માટે કરવામાં આવી રહી છે. જેથી ઓછા દિવસોમાં વધુને વધુ ટેસ્ટ કરી શકાય. જોકે, એ ધ્યાનમાં રાખવામાં આવશે કે હાલમાં ટેસ્ટ મેચના એક દિવસમાં 90 ઓવર રમવાની જરૂર છે. પરંતુ ચાર દિવસની ટેસ્ટમાં ઓછામાં ઓછી 98 ઓવર રમવાની રહેશે. જેથી પરિણામ ચાર દિવસમાં સરળતાથી જાહેર કરી શકાય. જોકે આઈસીસી તરફથી અંતિમ મંજૂરી અને નવા નિયમોની રાહ જોવાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button