શુભમન ગિલ એશિયા કપમાં રમશે? બ્લડ ટેસ્ટ કેમ કરાવી?

મુંબઈ: એક તરફ બૅટ્સમૅન શુભમન ગિલને આઈપીએલ, 2025ના તેમ જ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સીરિઝના શાનદાર પર્ફોર્મન્સ બદલ ટી-20 એશિયા કપ માટેની ટીમમાં સમાવવામાં આવ્યો છે ત્યાં બીજી બાજુ તેણે તબિયત સારી ન હોવા છતાં તેમ જ મુંબઈમાં બ્લડ ટેસ્ટ કરાવી એમ છતાં દુલીપ ટ્રોફી (Duleep Trophy)માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
2025ની આઇપીએલમાં 650 રન અને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 754 રન કરનાર ગિલ (Gill) વિશે એવું મનાય છે કે તેને ટૂંક સમયમાં ભારતની ત્રણેય ફોર્મેટની ટીમનો સુકાની નિયુક્ત કરી દેવામાં આવશે.
એશિયા કપ (Asia Cup) માટેની ટીમમાં શ્રેયસ ઐયરને અવગણીને ગિલને સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, અક્ષર પટેલના સ્થાને ગિલને વાઇસ કેપ્ટન પણ બનાવી દેવામાં આવ્યો છે.
આગામી દુલીપ ટ્રોફી માટેની ટીમમાં ગિલને નોર્થ ઝોનની ટીમની કેપ્ટન્સીની જવાબદારી સોંપવામાં આવી છે.
એક જાણીતી વેબસાઈટના અહેવાલ મુજબ ગિલ હાલમાં 100 ટકા ફિટ નથી અને તેણે આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈમાં બ્લડ ટેસ્ટ (Blood Test) કરાવી છે.
આ પણ વાંચો…શુભમન ગિલની ટીમમાં અર્શદીપ, હર્ષિત રાણા અને કંબોજ! આ વળી કઈ ટીમ છે?