હૈદરાબાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની 50મી મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં 9 મેચમાંથી 8 મેચ જીતી 16 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર એક પર છે, જયારે SRH 10 પોઈન્ટ્સ સાથે પાંચમા નંબરે છે.
SRH તેની છેલ્લી 5 મેચમાંથી માત્ર 3 જ જીતી શકી છે. શરૂઆતના રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન બાદ, પેટ કમિન્સની આગેવાની હેઠળની SRH વિરોધી ટીમોને મજબૂત લડત આપી શકી નથી, છેલ્લી બે મેચોમાં ટીમની કારમી હાર થઇ હતી. ચેન્નઈ સુપર કિંગ્સ સામેની તેની છેલ્લી મેચમાં, SRHની ટીમ 213 રન ચેઝ કરતી વખતે માત્ર 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ ટ્રેક પર પરત ફરવા પ્રયત્ન કરશે.
બીજી તરફ રાજસ્થાન રોયલ્સ સિઝનની શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે 9માંથી 8 મેચ જીતી RRની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. RRએ તેની છેલ્લી 5 મેચમાંથી 4માં જીત મેળવી છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ ટુર્નામેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગશે.
સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સ્પર્ધા રસાકસી ભરી રહી છે. IPLના ઈતિહાસમાં બંને ટીમો 18 વખત સામસામે આવી છે, બને ટીમો 9-9 મેચ જીતી છે.
SRH અને RR વચ્ચે છેલ્લી મેચ ગત સિઝનમાં 7 મેના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં છેલ્લી સિઝન દરમિયાન થઈ હતી. એ મેચમાં RRએ 20 ઓવરમાં 214/2 રન બનાવ્યા હતા. જવાબમાં SRHએ છેલ્લા બોલ ટાર્ગેટ ચેઝ કર્યો હતો અને મેચ ચાર વિકેટે જીતી લીધી. એ મેચમાં ગ્લેન ફિલિપ્સે 7 બોલમાં 25 રન ફટકારીને SRHને જીત અપાવી હતી.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે હાઈ-સ્કોરિંગ મેચ થવાની શક્યતા છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ-11:
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટ કિપર), નીતિશ કુમાર રેડ્ડી, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), મયંક માર્કન્ડે/શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.
રાજસ્થાન રોયલની સંભવિત પ્લેઇંગ-11:
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન & વિકેટ કિપર), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા.