સ્પોર્ટસ

‘હું ઍરલાઇનના સ્ટાફને ડિનર પર બોલાવીશ અને પછી તેમને રાહ જોવડાવીશ’…કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ કેમ આવું કહ્યું?

નવી દિલ્હીઃ ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલે (Harsha Bhogle)એ વિમાનની મુસાફરી શરૂ થવામાં વિલંબ સહન કરવો પડ્યો કદાચ એના જ આક્રોશમાં ઇન્ડિગો (Indigo) ઍરલાઇન્સ વિશે ટકોર કરી છે. એક અહેવાલ મુજબ ભોગલેએ એક પોસ્ટમાં જણાવ્યું છે કે ઍરલાઇન માટે મુસાફરો છેલ્લે હોય અને એનો અભિગમ અસભ્ય છે.' ભોગલેએ ટોણો મારતા એવું પણ જણાવ્યું કેએક દિવસ હું ઍરલાઇનના સ્ટાફને મારા ઘરે ડિનર (Dinner) પર બોલાવીશ અને ડિનરનું ટેબલ તૈયાર થાય તેમ જ ભોજનની વાનગીઓ તૈયાર થાય ત્યાં સુધી તેમને દરવાજાની બહાર રાહ જોતા ઊભા રહેવાનું કહીશ. હંમેશાં ઇન્ડિગો સૌથી પહેલાં, મુસાફરો છેલ્લે.’

હર્ષા ભોગલેએ આવું પોસ્ટમાં કેમ લખ્યું એનું કારણ તો ચર્ચામાં નથી, પરંતુ તેઓ જે વિમાનમાં જવાના હશે એ મોડું પડ્યું હશે એટલે તેમણે આ રીતે આક્રોશ ઠાલવ્યો હશે.

આ પણ વાંચો: ઈન્ડિગો પર કેમ ભડક્યા કોમેન્ટેટર Harsha Bhogle,એરલાઇન્સે કરવી પડી સ્પષ્ટતા

હર્ષા ભોગલેએ આ ટિપ્પણી કરી એને પગલે એક પોસ્ટમાં ઍરલાઇને થોડી વાર માટે' માફી માગી હતી. ઍરલાઇને દાવો કર્યો હતો કેવિમાન ઉડાડવા પાછળનો વિલંબ ફ્લાઇટમાં પ્રવાસીઓ ચઢી રહ્યા હતા ત્યારે વ્હીલચૅર (Wheelchair)ના વપરાશકારોને પ્રાથમિકતા આપવાને કારણે થયો હતો.’

ઍરલાઇને એવું પણ જણાવ્યું છે કે ક્યારેક રિમોટ બે બોર્ડિંગમાં થોડો વધુ સમય લાગી જતો હોય છે. બીજું, રન-વે પર વિમાનોની અવરજવર પર પણ નિર્ભર કરવામાં આવતું હોય છે. મિસ્ટર ભોગલે, તમે અમારી સાથે વાતચીત કરી એ બદલ તમારો આભાર. તમે જે ધૈર્ય અને સમજદારી પણ બતાવ્યા એ બદલ પણ તમારો ધન્યવાદ. અમને આશા છે કે તમારી મુસાફરી સારી રહી હશે. બહુ જલદી તમારી સેવા કરવા માટે અમે ઉત્સુક છીએ.’ ઉલ્લેખનીય છે કે શનિવારે ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વૉર્નરે બેંગલૂરુ ઍરપોર્ટ પર કથિત રીતે પાઇલટ વિનાના વિમાનમાં મુસાફરોને બેસવા દીધા એ બદલ ઍર ઇન્ડિયાની ટીકા કરી હતી. વૉર્નરે જણાવ્યું હતું કેઅમે પાઇલટ વિનાના પ્લેનમાં બેઠા હતા અને વિમાન શરૂ થવાની કલાકો સુધી રાહ જોઈ હતી. તમારી પાસે કોઈ પાઇલટ ઉપલબ્ધ નહોતો એમ છતાં તમે વિમાનમાં મુસાફરોને કેમ બેસાડ્યા?’
જોકે ઍરલાઇને જવાબમાં જણાવ્યું હતું કે `બેંગલૂરુમાં હવામાન ખૂબ પડકારરૂપ અને પરેશાન કરી મૂકનારું હોવાથી વિમાનોના ઉડ્ડયન મોડા થયા હતા. ઘણી ફ્લાઇટો અન્યત્ર વાળવામાં આવી હતી. આ સમસ્યાને લીધે તમારા વિમાનના ચાલક અને તેમની ટીમના સભ્યો અગાઉના અસાઇનમેન્ટમાં અટકી ગયા હોવાથી તમારા વિમાન માટે પહોંચવામાં તેમને મોડું થયું હતું. અમે તમારા ધૈર્યને બિરદાવીએ છીએ અને પ્રવાસ માટે અમારી ઍરલાઇનને પસંદ કરવા બદલ તમારો આભાર માનીએ છીએ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button