સ્પોર્ટસ

ભારતીય મહિલાઓ વન-ડેના રકાસનો હવે ટી-20માં બદલો લેશે?

આજે નવી મુંબઈમાં ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ મૅચ : સાંજે 7.00 વાગ્યે મૅચનો આરંભ

નવી મુંબઈ : મહિલાઓનો ટી20 વર્લ્ડ કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં રમાવાનો છે એટલે દરેક દેશની ટીમ અત્યારથી જ એ માટેની મૅચ-પ્રૅક્ટિસ કરે છે તે પછી ભારત અને ઑસ્ટ્રેલિયા પણ કેમ બાકાત રહી જાય.

આજે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં બેઉ દેશ વચ્ચે ત્રણ મૅચવાળી ટી-20 સિરીઝની પ્રથમ મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે. ઑસ્ટ્રેલિયા છ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂક્યું છે અને એની ટીમ તાજેતરમાં જ વાનખેડેમાં ભારત સામે વન-ડે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરીને નવી મુંબઈ આવી છે એટલે હરમનપ્રીત કૌરની ટીમ માટે શ્રેણી જીતવી આસાન તો નથી, પરંતુ 3-0થી કે 2-1થી શ્રેણી જીતીને ભારતીય ટીમને વન-ડેની હારનો બદલો લેવાનો સારો મોકો છે, કારણકે વન-ડે શ્રેણી અગાઉની એકમાત્ર ટેસ્ટમાં ભારતે કાંગારું ટીમને હરાવી જ હતી એટલે ટી-20માં પણ શ્રેણી-વિજય મેળવવો અસંભવ તો નથી જ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…