IPL 2024સ્પોર્ટસ

… શું હાર્દિક પંડ્યા ટીમના જ આ ખેલાડીની વિકેટ લેશે?

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા હાલમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર છે, પરંતુ જો હાર્દિક પંડ્યા રમવા માટે ફિટ થઈ જાય તો કયા ઈન્ડિયન ક્રિકેટરની વિકેટ લેશે? એવો સવાલ તમને પણ થઈ રહ્યો હોય તો ડોન્ટ વરી તમને અહીં તમારા સવાલનો જવાબ મળી જશે.

હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતાં મોહમ્મદ શામીએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર તો લીગ સ્ટેજની મેચમાં હાર્દિક કમબેક નહીં કરી શકે અને તે સીધો જ સેમિફાઈનલ સુધી ફિટ થશે. પરંતુ તેમ છતાં જો ટીમ ઈન્ડિયા હાર્દિકને રમવા ઉતારે તો કયા ખેલાડીનું પત્તું કપાશે? ચાલો જાણીએ શું છે આખું સમીકરણ…

હાલમાં હાર્દિક ફિટ ન હોવાને કારણે ટીમ ઈન્ડિયા 6 બેટ્સમેન, 4 બોલર અને એક ઓલરાઉન્ડર સાથે રમી રહી છે. હવે જ્યાં સુધી હાર્દિક ફિટ ના થાય ત્યાં સુધી શાર્દૂલ ઠાકુર કે પછી રવિચંદ્રન અશ્વિનના રૂપે કોઈ એક બોલિંગ ઓલરાઉન્ડર લાવવાનું અઘરું જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને ખેલાડી આઠમાં નંબરે બેટિંગ કરે છે અને બંને ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં રમી પણ ચૂક્યા છે. હાર્દિક ફિટ થશે ત્યાર બાદ જ આ બે ખેલાડી રમી શકશે.

જો ટીમમાં હાર્દિક પંડ્યા કમબેક કરશે તો સ્વાભાવિક છે કે એક ફાસ્ટ બોલરે બહાર બેસવું પડશે અને એટલે જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે હાર્દિકની એન્ટ્રીથી મોહમ્મદ સિરાજે એક્ઝિટ લેવી પડશે. અહીંયા તમારી જાણ માટે કે મોહમ્મદ સિરાજે 6 મેચમાં 6 વિકેટ લીધી છે અને 5.85 ઈકોનોમીથી રન આપ્યા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે હાલમાં હાર્દિક પંડ્યા રમવા માટે 80થી 90 ટકા જેટલો ફિટ છે. અત્યાર સુધી વર્લ્ડકપ-2023ની છએ છ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાનો જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. આ જ કારણ છે કે ટીમ મેનજમેન્ટ કરનારાઓ પણ હાર્દિકને હાલમાં આરામ આપી રહ્યા છે, જેથી તે સેમિફાઈનલમાં દમદાર વાપસી કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button