સ્પોર્ટસ
IPL 2024 ગુજરાત ટાઇટન્સ શમીની ગેરહાજરીમાં તેના નાના ભાઈને અજમાવશે?

અમદાવાદ: મોહમ્મદ શમી ઈજાને કારણે આ વખતની આઇપીએલમાં નહીં રમે એનો ગુજરાત ટાઇટન્સ (જીટી)ને મોટો ઝટકો લાગ્યો છે. જોકે શમીના નાના ભાઈ મોહમ્મદ કૈફને જીટીનું ફ્રૅન્ચાઇઝી કદાચ ખરીદીને તેને ટ્રમ્પ કાર્ડ તરીકે મેદાન પર ઊતારશે એવું માનવામાં આવે છે.
મોહમ્મદ કૈફ આ વખતના ઑક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. તેને 20 લાખ રૂપિયામાં પણ કોઈએ નહોતો ખરીદ્યો. જોકે જીટી તેને ખરીદીને પોતાના ફૅન્સને તો ચોંકાવી જ દેશે, હરીફ ટીમોને સાવચેત પણ કરી દેશે.
27 વર્ષનો મોહમ્મદ કૈફ પણ તેના 33 વર્ષીય મોટા ભાઈ શમીની જેમ પેસ બોલર છે. કૈફ છેલ્લા થોડા દિવસમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પર્ફોર્મ કર્યું છે. 2021માં તેણે ડેબ્યૂ કર્યું હતું અને તાજેતરની રણજી સીઝનમાં તેણે છ મૅચમાં 22.00ની સરેરાશે કુલ 17 વિકેટ લીધી હતી.
મોહમ્મદ શમીએ 2023ની આઇપીએલમાં સૌથી વધુ 28 વિકેટ લઈને પર્પલ કૅપ જીત્યો હતો.