મુંબઈ: અભિનેતા સુનિલ શેટ્ટી રિયાલીટી શો ‘ડાન્સ દીવાને સિઝન 4’માં જજ તરીકે જોવા મળ્યા હતા. આ શો દરમિયાન સુનિલ શેટ્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ‘ડાન્સ દીવાને સિઝન 4’ની હોસ્ટ ભારતી સિંહ સાથે વાત કરતી વખતે સુનિલ શેટ્ટીએ તેમની દીકરી આથીયા અને જમાઈ કેએલ રાહુલના પેરેન્ટ્સ બનવાની ચર્ચા બાબતે એક મોટી હિંટ આપી હતી.
સુનિલ શેટ્ટીની દીકરી આથીયા શેટ્ટીએ 2023માં ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કરી લીધા હતા. છેલ્લા અનેક સમયથી આથીયા પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા ચાલી રહી છે, જે બાબતે હવે તેના પિતા સુનિલ શેટ્ટીએ લોકોને નાનકડી હિંટ આપી હતી. ‘ડાન્સ દીવાને’ના આગામી એપિસોડનો એક નાનકડો પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેમાં ભારતી સિંહ અને સુનિલ શેટ્ટી ગપ્પાં મારતા જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં ભારતીએ સુનિલ શેટ્ટીને પૂછ્યું હતું કે ‘સુનિલ સર તમારી દીકરીના બાળકો થશે, તો તમે નાના બની જશો. ભારતીના આ સવાલનો જવાબ આપતા અન્નાએ કહ્યું કે ‘હાં આવતા સિઝનમાં તો હું નાનાની જેમ જ સ્ટેજ પર ચાલતો હોઈશ. જોકે ભારતીએ મજાકમાં કહ્યું કે તમારે એક-બે દાત પણ પડાવવા પડશે, આટલા હેન્ડસમ નાના તમે કેમ હોઈ શકો છો.
ભારતી અને સુનિલ શેટ્ટીની આવી વાતોને લઈને ડાન્સ ‘દીવાને’ની જજ માધુરી દીક્ષિત પણ મોટેથી હસવા લાગી હતી. સોશિયલ મીડિયાએ સુનિલ શેટ્ટીની તેમની દીકરી આથીયા શેટ્ટીની પ્રેગનેન્સીને ફરી એક વખત ચર્ચાનો વિષય બનાવ્યો છે. જોકે લોકોએ આથીયા અને રાહુલ ટૂંક સમયમાં જ પેરેન્ટ્સ બનશે એવું અનુમાન લગાવવાની સાથે તેઓ ક્યારે જાહેરાત કરશે તેની રાહ પણ જોઈ રહ્યા છે.
Taboola Feed