WI v/s USA : અમેરિકા હાર્યું, પણ હજીયે સેમિ ફાઇનલમાં પહોંચી શકે
હોપની સેન્ચુરી ફાસ્ટેસ્ટ, વેસ્ટ ઈન્ડિઝની આશા જીવંત રાખી
બ્રિજટાઉન: અમેરિકા (19.5 ઓવરમાં 128/10)નો અહીં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝ (10.5 ઓવરમાં 130/1) સામે નવ વિકેટે પરાજય થયો હતો. કેરિબિયનોએ 55 બોલ બાકી રાખીને આ મૅચ જીતી લીધી અને સેમિ ફાઇનલ માટેની આશા જીવંત રાખી હતી. એનો નેટ રનરેટ (+1.814) ગ્રૂપ-2ની ટીમોમાં બેસ્ટ છે.
ટેક્નિકલી, અમેરિકા સુપર-એઇટમાં બંને મેચ હારવા છતાં અને હવે એની એક જ મેચ બાકી હોવા છતાં હજી પણ સેમિ ફાઇનલમાં પહોંચી શકે એમ છે.
અમેરિકા ક્રિકેટમાં હજી નવી ટીમ છે અને આ વર્લ્ડ કપમાં એની ટીમે અનેક શાનદાર પર્ફોર્મન્સથી બધાને ચોંકાવી દીધા છે. જોકે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેનો એનો દેખાવ સારો નહોતો. મુખ્ય કેપ્ટન મોનાંક પટેલ ઈજાને લીધે ફરી એકવાર નહોતો રમ્યો અને તેની ગેરહાજરી ટીમને વર્તાઈ હતી.
આ પણ વાંચો…
T20 World Cup: બાંગ્લાદેશના મહમુદુલ્લાહ સાથે થયું મોયે મોયે! આવો અનિચ્છનીય રેકોર્ડ બનાવનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો
ઓપનર શાઈ હોપ (82 રન, 39 બૉલ, આઠ સિક્સર, ચાર ફોર) વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ્સનો સુપર હીરો હતો. 26 બૉલની તેની સદી વેસ્ટ ઇન્ડિઝ માટે ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ છે. તેણે જોન્સન ચાર્લ્સ (14 બૉલમાં 15 રન) સાથે 67 રનની ભાગીદારી અને પછી નિકોલસ પૂરન (ત્રણ સિક્સર, એક ફોરની મદદથી 12 બૉલમાં અણનમ 27) સાથે 63 રનની અતૂટ પાર્ટનરશિપ કરી હતી. કેરિબિયન ટીમની એકમાત્ર વિકેટ ભારતીય મૂળના સ્પિનર હરમીત સિંહે લીધી હતી.
એ પહેલાં, અમેરિકાની ટીમે બેટિંગ મળ્યા પછી ખરાબ શરૂઆત કરી હતી. મુખ્ય બૅટર અને વિકેટકીપર આંન્દ્રિસ ગોઉસ 29 રનના પોતાના સ્કોર પર અલ્ઝારી જોસેફના બૉલમાં આઉટ થઈ ગયો હતો.
અમેરિકાનો બીજો કોઈ બૅટર 25 રન પણ નહોતો બનાવી શક્યો. કેપ્ટન આરોન જોન્સ (11 રન) ફરી એક વાર સારું રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ચેઝ ઉપરાંત રસેલે પણ ત્રણ વિકેટ લીધી હતી. જોસેફને બે અને ગુડાકેશ મૉટીને એક વિકેટ મળી હતી.
રોસ્ટન ચેઝને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.