પાકિસ્તાનને એવા બે ખેલાડીએ પ્રથમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય અપાવ્યો જેમણે…

પાકિસ્તાનને એવા બે ખેલાડીએ પ્રથમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય અપાવ્યો જેમણે…

ટૅરૌબા (ટ્રિનિદાદ): અહીં વેસ્ટ ઇન્ડિઝે પાકિસ્તાન (Pakistan) સામે સિરીઝની પ્રથમ વન-ડે (ODI)માં એવા બે ખેલાડીઓ સામે ઝૂકવું પડ્યું જેમને કૅરિબિયનો સરખા ઓળખતા પણ નહોતા, કારણકે એ બેમાંથી એક ખેલાડી સાવ નવો હતો અને બીજા પ્લેયરની આ બીજી જ વન-ડે હતી. પાકિસ્તાને શ્રેણીના આ પ્રથમ મુકાબલામાં સાત બૉલ બાકી રાખીને પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો.

કરીઅરની પ્રથમ વન-ડે રમી રહેલા હસન નવાઝ (63 અણનમ, 54 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને હુસૈન તલત (41 અણનમ, 37 બૉલ, એક સિક્સર, ચાર ફોર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 104 રનની અતૂટ ભાગીદારી થઈ હતી જે કૅરિબિયન ટીમને ભારે પડી હતી.

વિકેટકીપર શાઇ હોપ (Shai Hope)ની કૅપ્ટન્સીમાં વેસ્ટ ઇન્ડિઝે બૅટિંગ મળ્યા બાદ 49 ઓવરમાં 280 રન કર્યા હતા જેમાં એવિન લુઇસ (60 રન), શાઈ હોપ (55 રન) તથા રૉસ્ટન ચેઝ (53 રન)ના મોટા યોગદાન હતા. શાહીન આફ્રિદીએ ચાર અને નસીમ શાહે ત્રણ વિકેટ લીધી હતી.

પાકિસ્તાને 48.5 ઓવરમાં પાંચ વિકેટે 284 રન કરીને વિજય મેળવ્યો હતો અને સિરીઝમાં 1-0ની સરસાઈ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે બરાબર એક મહિના પછી યુએઇમાં ટી-20નો એશિયા કપ શરૂ થશે જેમાં પાકિસ્તાની ક્રિકેટરોએ એક કે બે નહીં, પણ કદાચ ત્રણ વખત ભારત સામે ટકરાવું પડશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button