નવી દિલ્હી: આઇપીએલની નવી સીઝન આવે એટલે વીતેલી કેટલીક સીઝનોની મહત્ત્વની ઘટનાઓ તથા વિવાદો ફરી યાદ આવી જતા હોય છે. ભૂતપૂર્વ પેસ બોલર શ્રીસાન્તની સ્પૉટ-ફિક્સિગંવાળી ઘટના એમાંની એક છે જેની ચર્ચા લગભગ દરેક સીઝનમાં થતી હોય છે.
2013ની આઇપીએલમાં સ્પૉટ-ફિક્સિગંની ઘટના બની હતી અને ત્યારે 2008ની ચૅમ્પિયન તથા વર્તમાન સીઝનની મોખરાની ટીમ રાજસ્થાન રૉયલ્સના 2013ના ખેલાડીઓ શ્રીસાન્ત તેમ જ સાથી ખેલાડીઓ અજિત ચંડિલા તથા અંકિત ચવાણની દિલ્હી પોલીસના ખાસ વિભાગે ફિક્સિગંના આરોપસર ધરપકડ કરી હતી. દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશનર નીરજ કુમારના સ્પેશિયલ ડિપાર્ટમેન્ટે ત્રણેય પ્લેયરની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: MI vs DC: મુંબઈ પહેલી જીતની તલાસમાં, આ ખાલડી હુકમનો એક્કો સાબિત થશે? જાણો રેકોર્ડ્સ
ત્રણેય પ્લેયરના રમવા પર બીસીસીઆઇએ આજીવન પ્રતિબંધ મૂકી દીધો હતો. 2019માં શ્રીસાન્તની વિરુદ્ધમાં પુરાવા હોવાનું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હોવા છતાં બીસીસીઆઇને શ્રીસાન્ત પરના આજીવન પ્રતિબંધ વિશે સમીક્ષા કરવા કહ્યું હતું. તેની સજા ઘટાડીને સાત વર્ષની કરી નાખવામાં આવી હતી. એ સજા સપ્ટેમ્બર, 2020માં પૂરી થઈ હતી.
શ્રીસાન્તના કઝિન અને ગુજરાત વતી અન્ડર-22ની મૅચો રમી ચૂકેલા જિજુ જનાર્દન સામે પણ આરોપ હતો.
શ્રીસાન્તે મે, 2013માં જ સ્પૉટ-ફિક્સિગંની કબૂલાત કરી હોવાનું પોલીસ જણાવી ચૂકી છે.
આ પણ વાંચો: IPL 2024 RCB vs RR: સદી ફટકારવા છતાં Virat Kohli ટ્રોલ થઇ રહ્યો છે, લોકો કેમ કહી રહ્યા છે સ્વાર્થી?
નીરજ કુમાર પ્રખ્યાત આઇપીએલ ઑફિસર હતા. તેઓ 37 વર્ષ સુધી અધિકારી તરીકે ફરજ બજાવી હતી. તેમણે પીટીઆઇને ખાસ વાતચીતમાં કહ્યું, ‘ક્રિકેટમાંના કરપ્શન (જેમ કે સ્પૉટ ફિક્સિગં, મૅચ ફિક્સિગં વગેરે) વિશે કે સામાન્ય રીતે ખેલકૂદ ક્ષેત્રે થતા ભ્રષ્ટાચાર વિરોધી કડક કાયદો ભારતમાં છે જ નહીં. આ મોટી કમનસીબી છે. ઝિમ્બાબ્વે જેવા નાના દેશમાં આવા પ્રકારનો કાયદો છે, ઑસ્ટ્રેલિયા તેમ જ ન્યૂ ઝીલૅન્ડ, યુરોપના કેટલાક દેશોમાં છે, પરંતુ ભારતમાં નથી.’
2000ની સાલમાં સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન હન્સી ક્રોન્યેને લગતા મૅચ-ફિક્સિગં કાંડ સંબંધમાં સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ની ટીમ દ્વારા જે તપાસ કરાઈ હતી એની સાથે નીરજ કુમાર પણ જોડાયેલા હતા. તેમણે પીટીઆઇને કહ્યું, ‘સ્પોર્ટ્સમાં કરપ્શનને નાથવા કે એ સંબંધમાં થતા ગુના સામે પગલાં લેવાને આડે સૌથી મોટું વિઘ્ન એ છે કે કોઈ કડક કાયદો જ અસ્તિત્વમાં નથી. અમે તપાસ દરમ્યાન ઘણું બધુ કરતા હોઈએ છીએ, પરંતુ એ બધુ ન્યાયતંત્રની છણાવટ હેઠળ આવતું જ નથી. ઉદાહરણ તરીકે, મૅચ-ફિક્સિગં દરમ્યાન લોકો સાથે છેતરપિંડી થઈ હતી એવું જો અમે કોર્ટને કહીએ તો કોર્ટ અમને કહેશે કે જેની સાથે છેતરપિંડી થઈ હોય એવી એક વ્યક્તિ અમને દેખાડો અને એ વ્યક્તિને અદાલતમાં રજૂ કરો.’
આ પણ વાંચો: આ પાંચ વિદેશી ખેલાડીઓ IPLમાં પરફોર્મન્સથી મચાવી રહ્યા છે હાહાકાર
નીરજ કુમારે પીટીઆઇને આ મુદ્દે એવું પણ કહ્યું કે ‘શું કોઈ વ્યક્તિ અદાલતમાં આવીને કહેશે કે ન્યાયી અને વ્યવહારું રમત રમાશે એવું ધારીને હું મૅચ જોવા ગયો હતો અને એવી પણ અપેક્ષા રાખી હતી કે દરેક ખેલાડી પોતાની ક્ષમતા મુજબ રમશે જ. આ રીતે, ક્રિકેટના ભ્રષ્ટાચારનો શિકાર બનેલી કોઈ વ્યક્તિ અદાલતમાં ન આવે તો આક્ષેપ સાબિત કરવો અને કેસ સ્ટ્રૉન્ગ કરવો મુશ્કેલ બની જાય છે. દિલ્હી પોલીસે શ્રીસાન્તના કેસમાં (ક્રિકેટના ભ્રષ્ટાચાર કાંડને ઉઘાડું પાડવાનું) જે કામ કર્યું એને અદાલતે વખાણ્યું છે. જોકે અમે 2013ના ભ્રષ્ટાચાર સંબંધમાં જે કેસ નોંધાવ્યો હતો એ કોવિડના સમયે બંધ રહ્યા બાદ ફરી પાછો દિલ્હી હાઈ કોર્ટમાં ખોલવામાં આવ્યો છે અને અમને આશા છે કે ન્યાયી ચુકાદો આવશે. હવે અમારી પાસે વધુ પુરાવા હોવાથી જરૂર એ નિર્ણાયક બનશે. શ્રીસાન્તને કેરળની અદાલત તરફથી રાહત જરૂર મળી હતી, પરંતુ અદાલતે એવું નથી કહ્યું કે શ્રીસાન્ત નિર્દોષ છે.’
નીરજ કુમાર ક્રિકેટના ભ્રષ્ટાચાર વિરોધી કડક કાયદાની વાત જરૂર કરી રહ્યા છે, પરંતુ આ દેશમાં 2013ની સાલથી આ સંબંધિત કાનૂન છે. ધ પ્રીવેન્શન ઑફ સ્પોર્ટિંગ ફ્રૉડ બિલ (2013), આ કાયદાનું નામ છે. આ કાયદાને લગતો ઠરાવ 2018માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. એમાં સ્પોર્ટ્સને લગતા ગુના બદલ જો કોઈ ગુનેગાર સાબિત થાય તો તેને પાંચ વર્ષની જેલની સજા થાય છે અને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. આ ખરડો ન્યાયાધીશ (નિવૃત્ત) મુકુલ મુદગલે તૈયાર કર્યો હતો અને મૅચ-ફિક્સિગંને નાથવા આ કાયદો ગેમ-ચેન્જર સાબિત થઈ રહ્યો છે.
2013ના કિસ્સા સંબંધમાં પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ વખતે શ્રીસાન્ત નશામાં હતો. ત્યારે એવું મનાતું હતું કે નશામાં હોવા બદલ શ્રીસાન્તની ધરપકડ કરવામાં આવી હતી.
શ્રીસાન્ત ક્રિકેટના મુખ્ય પ્રવાહમાં પાછો આવી ગયો છે. તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્ત થતાં પહેલાં કેરળ રાજ્ય વતી રણજી ટ્રોફી મૅચ રમ્યો હતો. હવે તે લેજન્ડ્સ લીગમાં રમતો જોવા મળે છે. એ ઉપરાંત, તે ટીવી પ્રસારણને લગતા કેટલાક મંચ પર મંતવ્ય આપતો પણ જોવા મળે છે.
આઇપીએસ ઑફિસર નીરજ કુમારે ‘અ કૉપ ઇન ક્રિકેટ’ ટાઇટલ સાથે પુસ્તક લખ્યું છે. તેમણે 2000ની સાલના મોહમ્મદ અઝહરુદ્દીન કેસ સંબંધમાં પીટીઆઇને કહ્યું, ‘એ કેસ પણ અંત સુધી લઈ જવા દેવામાં આવ્યો. જો અઝહરુદ્દીનવાળો કેસ આગળ વધ્યો હોત ઘણા મોટા નામ બહાર આવ્યા હોત. એ નામ લખીને સીલ કરાયેલા કવરમાં રજૂ કરવામાં આવ્યા હતા. એ બંધ કવર હજી પણ સર્વોચ્ચ અદાલત પાસે પડ્યું છે. ખરેખર તો આપણા દેશમાં ક્રિકેટના કરપ્શનને કાબૂમાં લેવા કે કડક પગલાં ભરવા સંબંધમાં ગંભીરતા જ નથી.’
Taboola Feed