સ્પોર્ટસ

ક્રિકેટમાં એક ફીલ્ડ-પૉઝિશનને કેમ ગાયનું નામ અપાયું છે?

ધરમશાલા: અહીં ભારતની સ્પિન-ત્રિપુટી (કુલદીપ, અશ્વિન, જાડેજા)એ ઇંગ્લૅન્ડની ટીમને માત્ર 218 રનમાં તંબૂ ભેગી કરી દીધી ત્યાર પછી 104 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરનાર કૅપ્ટન રોહિત શર્મા અને યુવાન લેફ્ટ-હૅન્ડ બૅટર યશસ્વી જયવસ્વાલ જબરદસ્ત આત્મવિશ્ર્વાસ સાથે રમ્યા હતા. એક તબક્કે યશસ્વીએ સ્પિનર શોએબ બશીરની એક ઓવરમાં ઉપરાઉપરી ત્રણ સિક્સર ફટકારી જાણે એના પરથી રોહિતને પણ જોશ ચઢ્યો હતો અને તેણે માર્ક વૂડની ખબર લઈ નાખી હતી.

રોહિતે વૂડના કલાકે 150 કિલોમીટરની ઝડપવાળા એક બૉલમાં બૉલને ફાઇન લેગ પરથી બાઉન્ડરીની બહાર મોકલીને આ ઇનિંગ્સમાં પોતાની પહેલી સિક્સર ફટકારી ત્યાર પછી બીજી સિક્સર સ્પિનર ટૉમ હાર્ટલીના બૉલમાં જે ફીલ્ડ પૉઝિશન તરફ ફટકારી હતી. એમાં બૉલ ‘કાઉ કોર્નર રિજન’ પર થઈને સિક્સરના રૂપમાં મેદાનની બહાર પડ્યો હતો.

હવે અહીં મુદ્દો એ છે કે આ ‘કાઉ કોર્નર રિજન’ એટલે કઈ ફીલ્ડ-પૉઝિશન?

‘કાઉ કોર્નર પૉઝિશન’ બૅટરની લેગ સાઇડમાં ખાસ કરીને ડીપ મિડ વિકેટ અને ડીપ લૉન્ગ ઑન વચ્ચે હોય છે. એવું જોવાયું છે કે બૅટર આ (કાઉ કોર્નર) પૉઝિશન તરફ ઓછા શૉટ મારતા હોય છે એટલે ત્યાં ભાગ્યે જ કોઈ ફીલ્ડરને ઊભો રાખવામાં આવે છે. મોટા ભાગે મેદાનનો એ હિસ્સો ખાલી રહેતો હોય છે એટલે વર્ષોથી ક્રિકેટના સંદર્ભમાં એવું કહેવાય છે કે આવા ખાલી વિસ્તારમાં ગાય કોઈ પણ પ્રકારની ખલેલ વિના ઘાસ ચરી શકે. એવું વિચારીને વર્ષો પહેલાં એને કાઉ કોર્નર રિજન નામ અપાયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…