સ્પોર્ટસ

વચ્ચે ઈન્ટરવ્યુમાં કેમ ગભરાઈ ગયો રિંકુ સિંહ?

ટીમ ઈન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે અને આ દરમિયાન ટીમ ઈન્ડિયા ત્રણ મેચની T-20 સિરીઝ રમશે, જેની શરૂઆત આજથી થવા જઈ રહી છે. આ સિરીઝમાં ફરી એક વખત બધા ક્રિકેટપ્રેમીઓની નજર રિંકુ સિંહ પર ટકી રહેશે. રિંકુએ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પાંચ મેચની T-20 સિરીઝમાં દમદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. રિંકુ ટીમ ઈન્ડિયાના નવા ફિનિશર તરીકે ઊભરીને આવ્યો હતો. સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ તેની પાસેથી આવા જ પર્ફોર્મન્સની અપેક્ષા સેવાઈ રહી છે.

હાલમાં જ બીસીસીઆઈ ટીવી પર રિંકુનો એક ઈન્ટરવ્યુ આવ્યો હતો અને અને તેમાં તે પોતાની ગેમ અને ટીમ ઈન્ડિયા વિશે વાત કરી રહ્યો હતો. પરંતુ એક મોમેન્ટ એવી પણ આવી કે જ્યાં રિંકુ ગભરાયેલો જોવા મળ્યો હતો અને આ ઈન્ટરવ્યુમાં તેનો પણ એક રાઝ ખુલી ગયો હતો. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી T-20 મેચ ડરબનમાં રમાવવા જઈ રહી છે અને ટીમ ઈન્ડિયાએ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના પ્લેયર્સે મેચ પહેલાંની પ્રેક્ટિસમાં જ પરસેવો પાડવાનું શરૂ કરી દીધું છે અને આ દરમિયાન રિંકુએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને તેણે પોતાની ગેમ વિશે વાત કરી હતી.

રિંકુ આ ઈન્ટરવ્યુમાં ટીમના કોચ રાહુલ દ્રવિડે તેને શું કહ્યું છે એ જણાવતાં કહી રહ્યો હતો કે તેનું લક્ષ્ય આવતા વર્ષે યોજાનારા T-20 વર્લ્ડકપમાં ટીમમાં પોતાની જગ્યા નક્કી કરવાનું છે. રિંકુએ એવું પણ કહ્યું હતું કે રાહુલે તેને કહ્યું છે કે તે એ જ કરે કે જે અત્યાર સુધી કરતો આવ્યો છે અને પોતાની જાત પર ભરોસો રાખે. રિંકુ નંબર-5 પર બેટિંગ કરે છે અને આ જ મુદ્દે રાહુલે તેને કહ્યું હતું કે બેટિંગ કરવા માટે આ એકદમ સરળ જગ્યા નથી. રિંકુએ કહ્યું કે તેને આ નંબર પર જ બેટિંગ કરવાની આદન છે અને ઉત્તર પ્રદેશની ટીમ માટે પણ આ જ કામ કરતાં હતા. જોકે, આ બધું ચાલી રહ્યું હતું અને અચાકન જ શુભમન ગિલ રિંકુની પાછળ આવીને ઊભો રહી જાય છે.

રિંકુએ આ ઈન્ટરવ્યુમાં પોતાની ફિટનેસને લઈને પણ વાત કરી હતી. રિંકુએ આગળ એવું પણ કહ્યું હતું કે તે પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે. દરમિયાન પાછળ ઊભેલો શુભમન ગિલ તેને હેરાન કરવાનું શરૂ કરી છે અને ગિલે કહ્યું કે વાંદરો કરડ્યો… આ સાંભળીને રિંકુ થોડો ગભરાઈ જાય છે અને પછી એણે પણ કહ્યું કે હા વાંદરો કરડ્યો… ગિલે પૂછ્યું કે ક્યાં તો રિંકુ એનો જવાબ આપે છે અને ગિલે કહ્યું એટલે આ ઝડપથી ભાગે છે…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે