સ્પોર્ટસ

કોચ બન્યા પૂર્વે જાડેજાએ પાકિસ્તાનના ક્રિકેટરને શા માટે કર્યો હતો ફોન?

ચેન્નઈઃ વર્લ્ડ કપ 2023ની 22મી મેચમાં અફઘાનિસ્તાને શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને આઠ વિકેટે હરાવીને નવો ઈતિહાસ બનાવ્યો છે. આ અફઘાનિસ્તાનના ખેલાડીઓને તૈયાર કરવામાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટ અજય જાડેજાની મહેનતની નોંધ લેવાય રહી છે, કારણ કે અત્યારે ટીમના કોચ છે. જોકે, અફઘાનિસ્તાનના કોચ અજય જાડેજાને લઈ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર રાશિદ લતીફે મોટી વાત કહી હતી.

રાશિદ ખાને પાકિસ્તાનના મીડિયા સાથે વાતચીતમાં દાવો કર્યો હતો કે અજય જાડેજાએ અફઘાનિસ્તાનના કોચ બન્યા પહેલા મને ફોન કર્યો હતો. રાશિદ ખાનને જાડેજાએ પૂછ્યું હતું કે અફઘાનિસ્તાનની ટીમ કેવી છે. આ સવાલના જવાબમાં રાશિદ ખાને જાડેજાને જોરદાર જવાબ આપ્યો હતો. રાશિદ ખાને જાડેજાને પૂછ્યું હતું કે તમે તેમને શીખવવાનો પ્રયત્ન કરશો, પરંતુ અંતે તમે અફઘાન ખેલાડીઓ પાસેથી ઘણું શીખી શકશો.

સોમવારે ચેન્નઈમાં પાકિસ્તાન સામે સરળતાથી જીતવા માટે અફઘાનિસ્તાનના બેટર અને બોલરની નોંધ લેવામાં આવી રહી છે, જેમાં ટીમના ખેલાડીઓને 100 ટકા યોગદાન માનવામાં આવે છે. બોલરમાં નૂર અહમદ અને નવીન ઉલ હકના કમાલના પર્ફોરમન્સ પછી ઈબ્રાહિમ જાદરાન, રહમનુલ્લાહ ગુરબાજ, રહમત શાહ અને હશમતુલ્લાહ શાહિદીએ પણ નોંધપાત્ર બેટિંગ કરીને પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા હતા, જેમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું પણ મોટું યોગદાન છે, કારણ કે અફઘાનિસ્તાનની ટીમના મેન્ટરની સાથે તેમનો અનુભવ પણ કામે આવ્યો છે. ઉપરાંત અફઘાનિસ્તાનના ખેલાડીઓને ભારતના સ્ટેડિયમમાં તાલીમ પણ આપવામાં આવે છે, જ્યારે જાણીતી બ્રાન્ડે ટીમને સ્પોનસર પણ કર્યા છે.

આ પહેલા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બંને ટીમ વન-ડેમાં 7 વખત ટકરાયા હતા અને દરેક વખતે પાકિસ્તાનની ટીમ જીતી હતી. અફઘાનિસ્તાને અત્યાર સુધીમાં 17 ટીમ સામે વન-ડે રમી છે અને તેમાંથી 13 ટીમને હરાવવાની સિદ્ધિ મેળવી છે. આ યાદીમાં પાકિસ્તાન નવી ટીમ છે.

તમને જણાવી દઈએ કે અજય જાડેજા આ ટીમના કોચ છે અને જાડેજાનું માનવું છે કે અફઘાનિસ્તાનની ટીમે જેટલો સુધારો કર્યો છે તેટલો સુધારો કરવામાં અન્ય ટીમોને બીજા કોઈને 50થી 100 વર્ષ લાગ્યા હોત. આ ટીમ માત્ર 20 વર્ષમાં ઘણી શક્તિશાળી બની ગઈ છે. જાડેજાનું માનવું છે કે ટૂંક સમયમાં આ ટીમ વિશ્વની સૌથી ખતરનાક બની જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button