સ્પોર્ટસ

આ કોની પોસ્ટ જોઈને ખુશ થઈ ગયો Mohammad Shami?

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર Mohammad Shami હાલમાં ક્રિકેટથી દૂર છે અને તેના ઘૂંટણની સર્જરી પર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપ-2023 દરમિયાન શમીને ઈજા પહોંચી હતી અને ત્યાર બાદથી તે એક પણ મેચ રમ્યો નથી. આખરે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બોલરે ઘૂંટણની સર્જરી કરાવી છે અને હજી થોડાક વધુ સમય સુધી શમી ક્રિકેટથી દૂર રહેશે. પરંતુ હવે કંઈક એવું થયું છે કે શમી હોસ્પિટલના બેડ પર જ ખુશીથી ઉછળી પડ્યો હતો. આવો જોઈએ આખરે એવું તે શું થયું એમ…

વાત જાણે એમ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને શમીને જલ્દી ફિટ થવાની શુભેચ્છા પાઠવી હતી. હવે જ્યારે પીએમ તમારી સ્પીડી રિક્વરી માટે પોસ્ટ કરે તો કોઈ પણ માણસ ખુશીથી ઉછળી જ પડે ને? PMની નોટ જોઈને શમી એકદમ ખુશ થઈ ગયો હતો અને તેણે આ માટે પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીએ શમીને જલદી સાજા થવાની શુભેચ્છા આપતા પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી પોસ્ટ કરતાં લખ્યું હતું કે ‘હું તને ઝડપી સ્વસ્થ થવા માટે અને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું મોહમ્મદ શમી. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તારી અંદર રહેલી હિંમતથી જ તું ઝડપથી સાજો થઈને પાછો આવીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચાડવામાં સિંહફાળો નોંધાવ્યો હતો. શમી વર્લ્ડકપની આ મેગા ઈવેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર સાબિત થયો હતો. જોકે, ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ પીએમ મોદીએ શમીને ગળે લગાવીને આશ્વાસન આપ્યું હતું.

શમીના ફેન્સ માટે જોકે એક માઠા સમાચાર એવા પણ આવી રહ્યા છે કે સર્જરી બાદ આ વખતે તેમનો આ ફેવરેટ બોલર આઈપીએલમાં રમતો નહીં જોવા મળે. એટલું જ નહીં આ સિવાય શમી જૂનમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ શકે છે. શમીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. તેણે X પર તેના કેટલાક ફોટા શેર કરીને સર્જરી સફળ થઈ હોવાની માહિતી આપી હતી.

https://twitter.com/MdShami11/status/1762374613630087365?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1762374613630087365%7Ctwgr%5E010494aabeb572d9eece6d226d66254777a2cd97%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fhindi%2Fsports%2Fcricket%2Fpm-modi-wishes-speedy-recovery-to-mohammed-shami-after-surgery%2F2131027


પીએમ મોદીએ મોહમ્મદ શમીને હિંમત આપતા શમી એકદમ ખુશ થઈ ગયો હતો અને શમીએ આ પોસ્ટના જવાબમાં એક બીજી પોસ્ટ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સર તરફથી મને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતી પર્સનલ નોટ મળે એ જ સૌભાગ્યની વાત છે. તમારી શુભકામનાઓ અને સમર્થન માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. હું મારી પુનઃપ્રાપ્તિ માટે સખત મહેનત કરવાનું ચાલુ રાખીશ, તમારી સતત શુભેચ્છાઓ, પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button