બુધવારે Indian Street Cricket League (ISCL) નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટર અને બોલીવુડ તેમ જ ટીવીના સેલબ્રિટી વચ્ચે મેચ રમાઈ હતી. આ જ મેચ દરમિયાન સ્ટેન્ડઅપ કોમેડિયન અને Bigg Boss 17’s Winner Munnawar Farukhiએ ટીમ ઈન્ડિયાના માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkarની વિકેટ લીધી હતી અને ત્યાર બાદ સ્ટેડિયમમાં જે થયું એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં પણ આ મેચ દરમિયાન મુનવ્વર અને એલ્વિશ યાદવ વચ્ચે ખૂબ જ ભાઈચારો જોવા મળ્યો હતો, જેના અનેક ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
મેચમાં મુનવ્વર ફારુખીએ સચિન તેંડુલકરની વિકેટ લીધી હતી. સચિનને આઉટ કર્યા બાદ મુનવ્વરની ખુશીનો કોઈ પર રહ્યો નહોતો. તે પોતાની ટીમ સાથે જઈને પોતાની વિક્ટરી સેલિબ્રેટ કરી રહ્યો હતો પણ સ્ટેડિયમમાં હાજર સચિનના ફેન્સ વચ્ચે એકદમ સોંપો પડી ગયો હતો અને તેઓ ચોંકી ઉઠ્યા હતા.
30 રન બનાવીને સચિન જ્યારે બેટિંગ કરી રહ્યો હતો એ સમયે મુનવ્વરે તેની વિકેટ લીધી હતી. સચિનની વિકેટ જતા જ કમેન્ટેટરે કહ્યું કે અને આ સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો. સચિને આ ISPLમાં 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. આઉટ થઈ ગયા બાદ સચિન પોતાની લાક્ષણિક શૈલીમાં હસતો હસતો પેવેલિયન પાછો ફર્યો હતો…
આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને લોકો મુનવ્વરના વખાણ કરતાં નથી થાકી રહ્યા. એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું છે કે મુનવ્વર માટે આ સૌથી મોટી અચિવમેન્ટ છે. તો વળી એક જણે સચિનના સપોર્ટમાં કમેન્ટ કરતા લખ્યું હતું કે ક્યારેક ક્યારેક બસ તુક્કો લાગી જાય છે… ત્રીજા એક યુઝરે મુનવ્વરના વખાણ કરતાં કહ્યું હતું કે ભાઈ જેને પણ હાથ લગાવે છે એ સોનું થઈ જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ISPL 2024ની પહેલી મેચ સચિન તેંડુલકરની ટીમ માસ્ટર્સ ઈલેવન અને અક્ષય કુમારની ટીમ ખિલાડી ઈલેવન વચ્ચે ગઈકાલે રમાઈ હતી.