ઈડન ગાર્ડનમાં Birthday Boy Virat Kohliને આ કોણ ઘેરી વળ્યું? વીડિયો જોયો કે… | મુંબઈ સમાચાર

ઈડન ગાર્ડનમાં Birthday Boy Virat Kohliને આ કોણ ઘેરી વળ્યું? વીડિયો જોયો કે…

કોલકતાઃ આજે કોલકતાના ઈડન ગાર્ડન ખાતે ભારત અને સાઉથ આફ્રિકાની મેચ ક્રિકેટરસિયાઓ માટે ખૂબ જ રસાકસીથી ભરપૂર રહેશે, એ વાતમાં કોઈ શંકા જ નથી. પરંતુ આ સિવાય પણ આ મેચ ખાસ હતી એના બીજા બે કારણો પણ હતા જેમાં પહેલું કારણ તો વર્લ્ડકપ-2023માં ટીમ ઈન્ડિયાની આ પીચ પહેલી મેચ હતી અને બીજું કારણ એટલે ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલીનો જન્મદિવસ.

આપણે અહીં વાત કરવાના છીએ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયો વિશે… આ વીડિયોમાં કિંગ કોહલી મેચ રમવા માટે ઉતર્યો એ પહેલાં તે લોકોથી ઘેરાઈ ગયેલો જોવા મળ્યો હતો.

https://twitter.com/i/status/1721083747280568484

તૂફાન વાઈરલ થઈ રહેલાં વીડિયોની વાત કરીએ તો મેચ શરૂ થતાં પહેલાં બંને ટીમ રાષ્ટ્રગીત માટે મેદાન પર આવી હતી એ સમયનો છે. દર વખતની જેમ જ બંને ટીમ સાથે શુભંકરના રૂપમાં ખેલાડીઓ સાથે બાળકોને ઊભા રાખવામાં આવ્યા હતા.
રાષ્ટ્રગીત પૂરું થયું એટલે ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે મેદાનમાં હાજર બાળકોએ કિંગ કોહલીને ઘેરી લીધો હતો. દરેક બાળક કિંગ કોહલીને બર્થડે વિશ કરવા માગતો હતો અને કિંગ કોહલીએ પણ દરેક સાથે હાથ મિલાવીને શુભેચ્છાઓ સ્વીકારી હતી.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને કિંગ કોહલી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો હતો અને મીમ્સ, જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યા હતા.

Back to top button