મનોરંજનસ્પોર્ટસ

કોણ છે મેરી ડિકોસ્ટા? જેની સાથે પલાશ મુચ્છલની ચેટ થઈ લીક…

અત્યારે સોશિયલ મીડિયા પર પલાશ મુચ્છલ અને મેરી ડિકોસ્ટાના ચેટ્સના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. આ ચેટ વાઈરલ થતાં જ લોકો આ મેરી ડિકોસ્ટાનો ઈતિહાસ, ભૂગોળ બધું જ ખોદી રહ્યા છે. દરમિયાન જો તમને પણ આ મેરી ડિકોસ્ટા વિશે વધારે જાણી લેવું હોય તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે. ચાલો વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે કોણ છે આ મેરી ડિકોસ્ટા…

ઈન્ડિયન વુમન ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલ લગ્નબંધનમાં બંધાવવાના હતા. પરંતુ પારિવારિક કારણોસર આ લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા છે. દરમિયાન જ સોશિયલ મીડિયા પર વરરાજા પલાશ મુચ્છલની મેરી ડિકોસ્ટા નામની મહિલા સાથેની ચેટ વાઈરલ થઈ રહી છે. આ ચેટમાં પલાશ મેરી સાથે ફ્લર્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. જેને કારણે લોકોમાં આ મેરી ડિકોસ્ટા કોણ છે એ જાણવાની તાલાવેલી વધી ગઈ છે.

આ પણ વાચો : લગ્ન મુલતવી રાખ્યા પછી પલાશની ખબર કાઢવા માટે બહેન પલક હોસ્પિટલ પહોંચી, શું કહ્યું?

મળતી માહિતી મુજબ મેરી ડિકોસ્ટા એક કોરીયોગ્રાફર છે અને તે જ સ્મૃતિ અને પલાશના લગ્નમાં કોરિયોગ્રાફી કરી રહી હતી. આ જ દરમિયાન મેરી અને પલાશ બંને એકબીજાની નજીક આવ્યા હશે અને તેમની વચ્ચે આ ચેટ્સ થયા હશે. આ ચેટમાં પલાશ અને મેરી વચ્ચે હેલ્ધી ફ્લર્ટિંગ જોવા મળી રહી છે અને પલાશ આ ચેટમાં મેરી સાથે તેના અને સ્મૃતિના સંબંધો વિશે પણ વાત કરી રહ્યો છે.

એટલું જ નહીં એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર લગ્નના ચાર દિવસ પહેલાં જ સગાઈના ડાન્સ પ્રેક્ટિસ સેશન દરમિયાન મુચ્છલ અને મેરી ડિકોસ્ટાને કોઈએ કિસ કરતાં પણ જોયા હતા. જોકે, આ બાબતે કોઈ ઓફિશિયલ ઈન્ફોર્મેશન ઉપલબ્ધ થઈ શકી નહોતી. આ ઉપરાંત આ વાઈરલ ચેટ્સની પણ ઓથેન્ટિસિટી નથી જાણી શકાઈ.

આ પણ વાચો : લગ્ન મોકૂફ રાખ્યા બાદ સ્મૃતિ મંધાનાએ ભર્યું ચોંકાવનારું પગલુંઃ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી લગ્નની પોસ્ટ…

પલાશ મુચ્છલ અને મેરી ડિકોસ્ટા વચ્ચેના આ સંબંધોને લઈને ન તો પલાશ કે તેના પરિવાર દ્વારા કે સ્મૃતિના પરિવાર દ્વારા ઑફિશિયલ માહિતી મળી શકી નહોતી. આ બધા વચ્ચે પલાશ અને સ્મૃતિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પ્રિ વેડિંગ ફંક્શનના ફોટો ડીલીટ કરી દેતા અફવાઓનું બજાર એકદમ ગરમ છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button